આ ભારતીય વાનગીનો વિદેશમાં ગાંડો ક્રેઝ, ખાસ વિમાનમાં થાય છે ડિલિવરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચટાકેદાર ખાવા પ્રત્યેની દીવાનગી કોઈ નવી વાત નથી. પરંતુ અન્ય દેશમાંથી વિમાન દ્વારા ખાવાનું મંગાવવું એ થોડું વિચિત્ર છે. ફ્રાન્સમાં રહેતા બ્રિટિશ નાગરિકોને ભારતીય ડિશ જેમાં, ખાસકરીને ચિકન કરી એટલી હદે પસંદ છે કે તેમણે દક્ષિણ ઈંગ્લેન્ડના પોર્ટ્સમાઉથથી બંગાળ નગા ચિકન, પનીર કોરઈ જેવી ડિશ હજારો કિલોમીટર દૂરથી મંગાવી લીધી. 

 

ચૂકવવા પડે છે આટલા રૂપિયા


- બ્રિટિશ રેસ્ટોરાંથી 89 પ્રકારના ભોજન, 70 સાઈડ ડિશ, 100 પાપડ અને કેરીની ચટણી સાથે એક વિમાન શનિવારે ફ્રાન્સના બોર્ડેક્સમાં લેન્ડ થયું. 
- ભારતીય ડિશના ચાહકો પાસે તેને પહોંચાડવાની જવાબદારી ફ્રાન્સમાં રહેતા બ્રિટિશ મૂળના જેમ્સ એમરી અને આકાશ રેસ્ટોરાંના ફાઝ અહમદે નિભાવી હતી.
- ભારતીય ડિશનો ઓર્ડર બ્રિટનથી બહાર માત્ર ફ્રાન્સ માટે જ બુક કરવામાં આવે છે. 
- એક વ્યક્તિ 32 પાઉન્ડ એટલે કે 2823 રૂપિયા ખર્ચીને તેનો આનંદ લઈ શકે છે. 

 

ફ્રાન્સમાં મળતું સ્વાદ વિનાનું ભોજન


- નોનવેજમાં ચિકન ટિક્કા મસાલા, લેમ્બ બાલ્ટી, બંગાળ નગા ચિકન અને વેજમાં પનીર કોરાઈ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 
- આકાશ રેસ્ટોરાંએ ટ્વિટ કરીને ભારતીય ડિશ સાથે સીટર વિમાન ફ્રાન્સ પહોંચવાની જાણકારી આપી હતી. 
- એમરીએ જણાવ્યું કે, 'મને મરચું ખાવામાં અને વિમાનોમાં બહુ રસ હતો.' 
- 'જેથી મેં વિચાર્યું કે, શા માટે મારી આ બન્ને હોબીને ફ્રાન્સમાં મનગમતું ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે.'
- 'ફ્રાન્સમાં સારી કરી નથી મળતી. હું કાયમ ફ્રાન્સમાં સ્વાદ વિનાનું ભારતીય ખાવાનું મળવાની ફરિયાદ કરતો રહેતો હતો.'

 

શું કહે છે આકાશ રેસ્ટોરાંનો ફાઝ અહમદ?


અહમદે જણાવ્યું કે, તે આના માટે ઘણા દિવસથી વિચાર કરતો હતો. તેણે વધુમાં કહ્યું કે, 'એમરી છેલ્લા 20 વર્ષથી રેસ્ટોરાંમાં આવતો હતો. તે ફ્રાન્સમાં મળતી કરીને કાયમ ખરાબ જણાવતો હતો. તે ફ્રાન્સમાં કરી ડિલીવરને કહેતો રહેતો હતો. મેં પહેલા આવું ક્યારેય નથી કર્યું. અમે પાંચથી સાત કિલોમીટરના અંતરનો ઓર્ડર લઈએ છીએ. પરંતુ અમે એમરીના કારણે 800 કિમીના અંતરનો ઓર્ડર ડિલિવર કર્યો. અમને તેના પર ગર્વ છે.' નોંધનીય છે કે, બ્રિટનમાં ભારતીય ડિશ બહુ ફેમસ છે. પટણના દીન મોહમ્મદે વર્ષ 1810માં બ્રિટનમાં પ્રથમ રેસ્ટોરાંની સ્થાપના કરી હતી.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...