1

Divya Bhaskar

Home » International News » Photo Feature » Horrifying moment a homeowner discovers a massive 15ft python inside the wall

દાદ દેવી પડે આ ભાયડાની, બેડરૂમની દીવાલમાંથી ખેંચીને કાઢ્યો 15 ફુટ લાંબો અજગર

Divyabhaskar.com | Last Modified - Mar 16, 2018, 07:16 PM IST

આ એક વાળ ઊંચા કરી દેતો કિસ્સો છે જેમાં મકાન માલિક પોતાના રૂમમાં છુપાયેલા 15 ફુટ લાંબા અજગરને શોધી કાઢે છે

  • Horrifying moment a homeowner discovers a massive 15ft python inside the wall
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇન્ટરનેશનલ ડેસ્ક: આ એક વાળ ઊંચા કરી દેતો કિસ્સો છે જેમાં મકાન માલિક પોતાના રૂમમાં છુપાયેલા 15 ફુટ લાંબા અજગરને શોધી કાઢે છે. સોમચાઈ સબળંગ, 45 મંગળવારે બપોરે રૂમમાં ટીવી જોતા હતા અને ત્યારે તેમણે અચાનક પ્લાસ્ટરબોર્ડમાંથી કઈંક હલતું હોય એવો અવાજ સંભળાયો.
  • Horrifying moment a homeowner discovers a massive 15ft python inside the wall
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    તેમણે આ અવાજ સંભળાયા બાદ પોતાના કાન દીવાલ પર રાખ્યા ને તપાસવાનું શરુ કર્યું કે અવાજ દીવાલમાં ક્યાંથી આવે છે. તેમને જયારે દીવાલ તૂટવાનો અવાજ આવ્યો ત્યારે ભારે ગભરામણ સાથે છલાંગ લગાવી. 

     

  • Horrifying moment a homeowner discovers a massive 15ft python inside the wall
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    સોમચાઈ સબળંગએ પછીથી રેસ્ક્યૂઅર્સને બોલાવ્યા જે થોડીવારમાં જ આવી જાય છે અને મોટા હથોડાની મદદથી દીવાલમાં બાખોરું પાડે છે અને ત્યાં આ વિશાળકાય અજગરને જુએ છે.

     

  • Horrifying moment a homeowner discovers a massive 15ft python inside the wall
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    સોમચાઈ જણાવે છે કે,'ઘરની દીવાલમાં અજગર ચોંટેલો હતો એ વખતે મને ખાસ દર નહોતો લાગ્યો. પણ જ્યારે હું સૂતો હોય અને તે સમયે છત પરથી પડ્યો હોત તો પરિસ્થિતિ કહેવાની હાલતમાં પણ ના હોત. હું ખુશ તો છું પણ સાથે દુઃખ એ વાતનું છે કે હવે માટે ઘરને મોટા ખર્ચે રીપેરીંગ કરાવવું પડશે, પણ એ ઘરમાં કોઈ અજગર છુપાયો હોય તેના કરતા સારું છે.'

     

  • Horrifying moment a homeowner discovers a massive 15ft python inside the wall
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    રેસ્ક્યુ કરનાર અધિકારી જણાવે છે કે,'આ અજગર જે જગ્યાએ સંતાયો હતો તે કોઈ સામાન્ય જગ્યા ન હતી, શોધવામાં ઘણી મુશ્કેલીઓ પડી શકી હોત. અમને લાગે છે કે વરસાદ દરમિયાન છતની દીવાલમાં રહેલા અંતર વચ્ચેથી તે અંદર આવ્યો હોઈ શકે છે.' 'મેં મારા દીકરાને ફોન આપ્યો કે જેથી તે તેના પિતાનો અજગર પકડતા હોય એવો વીડિયો રેકોર્ડ કરી શકે. તેને આ જોઈને મજા પડી. આ અજગર 4.5 મીટર લાંબો હતો, જો કે પછીથી તેને ફરી કુદરતની વચ્ચે છોડી દેવાયો હતો.', એવું મકાન માલિકે જણાવ્યું હતું.

     

  • Horrifying moment a homeowner discovers a massive 15ft python inside the wall
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending