નર્સોની પોલ ખોલવા લગાવ્યા CCTV, આ પછી જે રેકોર્ડ થયું તેનાથી બધા રહી ગયા દંગ

નર્સિંગ હોમમાં વૃદ્ધ પેશન્ટ્સ સાથે દુર્વ્યવહારનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે

divyabhaskar.com | Updated - Mar 08, 2018, 09:54 PM
horrific video showing nurses abuses old man and patients

ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના લિવોનીયામાં નર્સો દ્વારા વૃદ્ધ પેશન્ટ્સને ટોર્ચર કરવાનો મામલો સામે આવ્યો છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પરિવારના કેટલાક સભ્યોએ નર્સિંગ હોમમાં સીસીટીવી લગાવડાવ્યા. કેમેરામાં નર્સો વૃદ્ધો સાથે મારપીટ કરતા હોય અને વિલ ચેર પરથી નીચે ઢસડતા હોય તેવા દ્રશ્યો કેદ થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપી નર્સોને આ ઘટનાના સામે આવ્યા બાદ નોકરીમાંથી હાંકી કાઢવામાં આવી છે.

.....અને યૂનિસે લગાવડાવ્યો સિક્રેટ કેમેરા

horrific video showing nurses abuses old man and patients

- અમેરિકાના ડીયરબોર્નના એક પરિવારે નર્સિંગ સ્ટાફ પર વૃદ્ધ હુસૈન યૂનિસ સાથે દુર્વ્યવહાર થયાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમણે તેના પિતાને મે 2015માં પેટમાં સર્જરી પછી કેટલાક દિવસો માટે નર્સિંગ હોમમાં રાખ્યા હતા. આરોપ છે કે આ દરમિયાન નર્સોએ તેમને ખુબ હેરાન કર્યા. યૂનિસે જયારે આ બાબતે નર્સિંગ હોમમાં ફરિયાદ કરી તો તેમણે એક પણ વાત ન સાંભળી અને નર્સિંગ હોમમાં તેમની ફરિયાદને નકારી કાઢી.

 

યૂનિસે લગાવડાવ્યો સિક્રેટ કેમેરા
પોતાની વાતને સાબિત કરવા માટે યૂનિસે નર્સિંગ હોમમાં સીસીટીવી કેમેરા લગાવડાવ્યો હતો. જેના પછી દુર્વ્યવ્હારના 100થી વધુ વીડિયો રેકોર્ડ થયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફરિયાદ બાદ આરોપી નર્સોને નોકરીથી હાંકી કાઢવામાં આવી હતી.

X
horrific video showing nurses abuses old man and patients
horrific video showing nurses abuses old man and patients
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App