Divya Bhaskar

Home » International News » Photo Feature » Historic Island which Every Six Months Switches Countries

દર 6 મહિને દેશ બદલે છે આ આઇલેન્ડ, રસપ્રદ છે તેની પાછળનું કારણ

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 05:19 PM

આઇલેન્ડને લોકો માટે હેરિટેજ તરીકે અમુક ખાસ પ્રસંગે જ ખોલાવામાં આવે છે

  • Historic Island which Every Six Months Switches Countries
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ એક તરફ ભારત અને પાકિસ્તાન છાસવારે કાશ્મીરને લઈને જંગના માહોલમાં રહે છે, ત્યારે દુનિયાના બે દેશો એવા પણ છે, જેઓ પોતાની સમજદારીથી વર્ષો જૂની દુશ્મની ખતમ કરી દીધી છે. સ્પેઈન અને ફ્રાન્સ વચ્ચે ફેન્સેન્સ નામનો એક આઇલેન્ડ આવેલો છે. બન્ને દેશ આ આઇલેન્ડની અદલબદલ કરતા રહે છે. હાલ આ આઇલેન્ડ 6 મહિના માટે સ્પેઈન પાસે છે. 6 મહિના બાદ ફરી સ્પેઈન 3000 ચોરસ મીટરની આ જમીનને ફ્રાન્સને પરત કરી દેશે. આ પરંપરા છેલ્લા 350 વર્ષથી ચાલતી આવી છે. આ આઇલેન્ડ ફ્રાન્સ અને સ્પેઈનની સરહદને અલગ કરનારી બિદાસોઆ નદી પર આવેલો છે. આઇલેન્ડની અદલબદલનું કારણ છે રસપ્રદ...

    - ફ્રાન્સની સ્પેઈન સરહદ પર આવેલું છેલ્લું શહેર હેન્ડેઈ છે. આ ફ્રેન્ચ બાસ્ત બીચ રિસોર્ટ પર આવેલું છે, જ્યાં હજારો સીલનો જમાવડો થાય છે.
    - જ્યારે તેના બીજા ભાગ પર એક મોટા ડેમ બાદ સ્પેઈનનું ઈરુન શહેર આવેલું છે, જે ફ્રાન્સને ટચ થતી સરહદ પર છે. આ બન્ને શહેર વચ્ચે બિદાસોઆ નદી બન્નેને અલગ કરે છે.
    - ફેન્સેન્સ આઇલેન્ડ આ જ નદીની વચ્ચોવચ આવેલું છે. આ મેનમેડ આઇલેન્ડ એકદમ નર્જન છે અને બન્ને દેશોની સરહદની વચ્ચોવચ હોવાના કારણે તેને ન્યૂટ્રલ ટેરિટરી માનવામાં આવે છે.
    - જો કે, આ આઇલેન્ડનું મોટું ઐતિહાસિક મહત્વ છે. અહીંયા 1659માં ફ્રાન્સ અને સ્પેઈન વચ્ચે જંગ ખતમ કરવાને લઈને વાતચીત આ આઇલેન્ડ પર જ થઈ હતી.
    - આ વાતચીત દરમિયાન એક પીસ ટ્રીટી પણ થઈ હતી, જેને પાઈનીસની સંધિ કહેવામાં આવે છે. આ સંધિ શાહી લગ્ન સાથે પૂર્ણ થઈ હતી, જેમાં ફ્રાન્સના કિંગ લુઈસ XIVએ સ્પેઈનના કિંગ ફિલિપ IVની દીકરી સાથે લગ્ન કર્યા.
    - આ સાથે જ એ પણ નક્કી થઈ ગયું કે આ આઇલેન્ડને બન્ને દેશ મળીને શેર કરશે. આ આઇલેન્ડ 1 ફેબ્રુઆરીથી 31 જુલાઈ સુધી સ્પેઈન પાસે રહે છે, જ્યારે બાકીના છ મહિના ફ્રાન્સ પાસે.

    આવો દેખાય છે આઇલેન્ડ


    - આ ટેરેટરી 200 મીટર લાંબો અને 40 મીટર પહોળો છે. આ આઇલેન્ડને લોકો માટે હેરિટેજ તરીકે અમુક ખાસ પ્રસંગે જ ખોલાવામાં આવે છે.
    - પાણીના પ્રવાહ અને સુરક્ષિત રાખવામાં થઈ રહેલી બેદરકારીના કારણે તેણે છેલ્લી ઘણી સદીઓમાં તેણે અડધાથી વધારે ભાગ ગુમાવી દીધો છે. તેનો આકાર ઘટી રહ્યો છે.
    - અહીંયા નદીના પાણીનું સ્તર બદલાતું રહે છે. પાણીનું સ્તર ઘટતા ઘણી વાર એવી સ્થિતિ આવી જાય છે કે, ચાલતા સ્પેઈન કે ફ્રાન્સ પહોંચી શકાય છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ આઇલેન્ડની વધુ તસવીરો...

  • Historic Island which Every Six Months Switches Countries
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Historic Island which Every Six Months Switches Countries
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Historic Island which Every Six Months Switches Countries
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Historic Island which Every Six Months Switches Countries
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending