અહીં રડવા માટે મહિલાઓ dollarsમાં ચૂકવે છે રકમ, રૂમમાં મળે આવી સુવિધાઓ

ટોક્યોની હોટલમાં મહિલાઓ તણાવ દૂર કરી શકે તે માટે અવનવી અનોખી સુવિધાઓ આપવામાં આવે છે

divyabhaskar.com | Updated - Jan 27, 2018, 02:01 PM
here women pay in dollars for crying in a room

ઇન્ટરનેશનલ ડેસ્ક: જાપાનમાં ડૉગ કાફે, આઉલ કાફે અને કડલ કાફે બાદ હવે ક્રાઇંગ રૂમ પણ બની ગયા છે, જ્યાં મહિલાઓ રડીને તણાવ દૂર કરવા સાથે મન હળવું કરી શકે છે. અહીંની મિતસુઇ ગાર્ડન યોતસુયા હોટલમાં થોડા સમય અગાઉ આ રૂમ સર્વિસ શરૂ થઇ છે, જે અંતર્ગત મહિલાઓ કોઇને પોતાનું દુ:ખ જણાવ્યા વિના રડી શકશે તેમ જ મન પ્રફુલ્લિત કરવા કોમિક્સ વાંચવાથી માંડીને ફિલ્મો પણ જોઇ શકશે. આ ક્રાઇંગ રૂમ 55 ડૉલર (અંદાજે 3,500 રૂપિયા)માં બુક કરી શકાય છે. હોટલના પ્રવક્તા યોહેઇ ઇજાતોએ જણાવ્યું કે આ સુવિધા જાપાનની 20થી 40 વર્ષની મહિલાઓમાં તણાવના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને શરૂ કરાઇ છે.

અહીં મહિલાઓ માટે 12 ફિલ્મ પણ ઉપલબ્ધ કરાઇ છે, જેમાં ટોમ હેન્ક્સની ફોરેસ્ટ ગમ્પ, સાઉથ કોરિયન ફિલ્મ અ મોમેન્ટ ટુ રિમેમ્બર, જાપાની ફિલ્મ અ ટેલ ઑફ મેરી એન્ડ થ્રી પપીઝ પણ સામેલ છે. અ મોમેન્ટ ટુ રિમેમ્બર અલ્ઝાઇમરના શિકાર વૃદ્ધ દંપતીની કહાણી છે જ્યારે અ ટેલ ઑફ મેરી એન્ડ થ્રી પપીઝમાં એક ડૉગ ફેમિલીની સ્ટોરી છે, જે ભૂકંપમાં બચી ગયા બાદ જિંદગીનો એકડો નવેસરથી ઘૂંટે છે. યોહેઇએ કહ્યું કે ઘર અને કામથી દૂર શાંત માહોલમાં રડીને સ્ટ્રેસ દૂર કરવાનો આઇડિયા કમાલનો છે પણ આ ક્રાઇંગ રૂમ માત્ર મહિલાઓ માટે જ બન્યા છે.

હોટલ માલિક કહે છે- ઓફિસોમાં પણ ક્રાઇંગ રૂમ હોવા જોઇએ
યોહેઇ કહે છે કે આમ તો આ ક્રાઇંગ રૂમ્સની સરળતાથી ટીકા પણ થઇ શકે છે પણ ઘણા સ્ટડીઝથી માલૂમ પડ્યું છે કે કર્મચારીઓમાં પહેલા કરતાં વધુ તણાવ જોવા મળે છે. માત્ર જાપાનમાં જ નહીં પણ દુનિયાના બધા દેશોમાં આ સ્થિતિ છે. કોઇ વ્યક્તિ રડે તો તેને તેની નબળાઇ માનવામાં આવે છે પણ સાઇકોલોજિસ્ટ્સનું કહેવું છે કે રડવાથી મનનો બોજ હળવો થઇ જાય છે. મારા મતે ઓફિસોમાં પણ ક્રાઇંગ રૂમ્સ હોવા જોઇએ. ત્યાં થોડો આરામ કરવા માટે નેપ રૂમ્સ છે તો ક્રાઇંગ રૂમ્સ કેમ નહીં?

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો...

here women pay in dollars for crying in a room
here women pay in dollars for crying in a room
X
here women pay in dollars for crying in a room
here women pay in dollars for crying in a room
here women pay in dollars for crying in a room
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App