• Home
  • International News
  • Photo Feature
  • ગૂગલમાં કામ કરે છે 200 બકરીઓ, કંપની કાયદેસર રીતે આપે છે સેલેરી, રહેવા માટે જગ્યા અને ખાવાનું | Google have salari

ગૂગલમાં કામ કરે છે 200 બકરીઓ, કંપની કાયદેસર રીતે આપે છે સેલેરી, રહેવા માટે જગ્યા અને ખાવાનું

ગૂગલમાં કામ કરે છે 200 બકરીઓ, કંપની કાયદેસર રીતે આપે છે સેલેરી, રહેવા માટે જગ્યા અને ખાવાનું | Google have salari

divyabhaskar.com

Jul 07, 2018, 06:16 PM IST

અજબ-ગજબ ડેસ્ક: ગૂગલમાં માણસો બાદ તમે મશીનોને કામ કરતા જોયા હશે, પણ તમને જણાવી દઈએ કે અહીં બકરીઓ પણ કામ કરે છે. જીહા, કંપની કાયદેસર તેમને સેલેરી પણ આપે છે. હકીકતમાં ગૂગલે સૌથી પહેલા 2009માં આ અનોખા પ્રયોગની શરૂઆત કરી હતી. તે સમયે કંપનીએ 200 બકરીઓને નોકરી પર રાખી હતી, જેનાથી તેઓ ગૂગલપ્લેક્સ ઓફિસમાં બનેલા પાર્કમાં ઘાસ ચરે અને તેનાથી ઘાસ ટ્રિમ થતી રહે. ગૂગલનું માનવું છે કે ઘાસ કાપવાના મશીનોથી ધ્વનિ પ્રદૂષણની સાથે એનર્જીની બરબાદી થાય છે. આ પછી કંપની સમય-સમય પર બકરીઓને નોકરી પર રાખે છે. ગૂગલે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. યહોએ પહેલીવાર તેનો ઉપયોગ કર્યો હતો.

- તમને જણાવી દઈએ કે અઠવાડિયામાં એકવાર આ 200 બકરીઓને ગૂગલના મોટા લોનમાં છોડી દેવામાં આવે છે અને થોડા જ દિવસોમાં તે લાંબા ઘાસને સફાચટ કરી નાખે છે. જોકે, બકરીઓ માત્ર ઘાસ જ ચરે તે માટે બકરીઓ લાવનાર ચરવાહાઓને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. પ્રતિ બકરી વેતન પણ આપવામાં આવે છે જે સંબંધિત એજન્સીમાં જમા થાય છે. આ સિવાય બકરીઓના રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ હોય છે. કેલિફોર્નિયા સિવાય હવે ગૂગલની કેટલીયે ઓફિસમાં આ 'ગૂગલ ગોટ્સ' કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે 2007માં યાહૂએ પણ પોતાના લોનમાં ઘાસની ટ્રિમિંગ માટે બકરીઓ રાખી હતી.

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું

X
ગૂગલમાં કામ કરે છે 200 બકરીઓ, કંપની કાયદેસર રીતે આપે છે સેલેરી, રહેવા માટે જગ્યા અને ખાવાનું | Google have salari
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી