Home » International News » Photo Feature » Google and Apple like 15 companies will hire those who have no degree

ગૂગલ, એપલ અને આઇબીએમ જેવી 15 કંપનીઓ હવે ડિગ્રી જોયા વિના જ આપશે પ્રોફેશનલ્સને નોકરી

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 02:15 PM

ગૂગલ જેવી કેટલીયે કંપનીઓ એકેડેમિક્સને વધુ પડતો ભાર આપતી નથી

  • Google and Apple like 15 companies will hire those who have no degree

    ઇન્ટરનેશનલ ડેસ્ક: ગૂગલ સહીત 15 કંપનીઓએ કહ્યું છે કે જલ્દી જ પ્રોફેશનલ્સને વિના કોઈ કોલેજ ડિગ્રીએ નોકરી પર રાખવામાં આવી શકે છે. જોબની જાણકારી આપતી સાઈટ ગ્લાસડોરના એક બ્લોગ પોસ્ટ મુજબ," કેટલાયે ટેલેન્ટેડ ઉમેદવાર પોતે શીખે છે. આ માટે તેઓ પરંપરાગત રૂપથી કોઈ એકેડમિક સંસ્થામાં એડમિશન લેતા નથી. આ લોકોને પણ નોકરી આપવાની જવાબદારી કંપનીઓની છે."

    - જે 15 કંપનીઓએ વિના ડિગ્રી જોઈ નોકરી પર રાખવાની વાત કરી છે, તેમાં ગૂગલ, અર્નસ્ટ એન્ડ યંગ, પેંગ્વિન રેન્ડમ હાઉસ, હિલ્ટન, એપલ, સ્ટારબક્સ આઇબીએમ અને બેન્ક ઓફ અમેરિકા સહિતની અન્ય કંપનીઓ પણ સામેલ છે.

    * કોલેજ જવું નહીં, નોલેજ જરૂરી:
    ગૂગલ જેવી કેટલીયે કંપનીઓ એકેડેમિક્સને વધુ પડતો ભાર આપતી નથી. તેમનું માનવું છે કે ઉમેદવાર પાસે પુસ્તકિયું જ્ઞાન હોવું જરૂરી નથી. તેમને ક્રિએટિવ હોવું જોઈએ. 2014માં ગૂગલના પૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ લેસ્લો બોકે ન્યુયોર્ક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,"જો તમે સ્કુલે નહીં જતા બાળકોને જુઓ અને તેમના કામને નિહાળો તો તમને ખબર પડશે કે તેઓ કઈંક અલગ પ્રકારના હોય છે. આ પ્રકારના બાળકોને શોધવા માટે આપણે પૂર્ણ કોશિશ કરવી જોઈએ. કેટલીયે કોલેજ એ તમામ વસ્તુઓ પોતાના સ્ટુડન્ટ્સને નથી આપતા જેનો તેઓ દાવો કરે છે. જેનાથી કેટલીયે ખૂબીઓ ઉભરીને સામે નથી આવી શકતી.'' 2015માં અર્નસ્ટ એન્ડ યંગની અધિકારી મૈગી સ્ટિલવેલે હફિંગસ્ટન પોસ્ટના આર્ટિકલમાં લખ્યું હતું,"એકેડમિક યોગ્યતા માન્ય છે, પણ કેન્ડિડેટમાં ટેલેન્ટ હોવું જરૂરી છે. નોકરી માટે ડિગ્રીની બાધા અમે જલ્દી જ ખતમ કરી દેશું.''

    આ પણ વાંચો:-
    બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ