જ્યારે વિમાનમાંથી થયો સોનાનો વરસાદ, રૂ. 240 કરોડથી વધુનો ખજાનો

કિંમતી ધાતુઓનો 9 ટનનો ખજાનો રનવે પર વિખેરાઈ ગયો

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 10:49 AM
Gold bars worth millions rain down from plane over Russia

ઈન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના યકૂતિયામાં એક પ્લેન ઉડાન ભરે તે દરમિયાન રનવે પર સોનું, હીરા અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓનો વરસાદ થવા લાગ્યા. હકીકતમાં ઉડાન ભરી તે દરમિયાન કિંમતી ધાતુઓનો ખજાનો પ્લેનના એક ઢીલું હેચ ઉખડી જવાના કારણે બહાર આવી ગયો અને રનવે પર ફેલાઈ ગયો.

પ્લેનના કાર્ગોમાં રાખવામાં આવેલું સોનું, ડાયમંડ અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓનો 9 ટનનો ખજાનો રનવે પર વિખેરાઈ ગયો. ઘટના રશિયાના યકૂતિયામાં એક કાર માર્કેટ પાસે થઈ. જો કે, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

Gold bars worth millions rain down from plane over Russia

જેવી પ્લેનના ક્રૂને આ અંગે જાણ થઈ, ક્રાસનોયાર્સ્ક જતા આ પ્લેને મગનમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. એક બ્રિટિશ વેબપોર્ટલ પ્રમાણે, આ ખજાનાની કિંમત 265 મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે 240 કરોડ રૂપિયાથી વધારે હતી.

Gold bars worth millions rain down from plane over Russia

અહેવાલો પ્રમાણે, નિમ્બસ એકલાઈન્સ એએન-12 કાર્ગો પ્લેન ઉડાન ભરે તે દરમિયાન થોડીક મૂશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ખજાનો સંપૂર્ણ રીતે રનવે પર વિખેરાઈ ગયો.

Gold bars worth millions rain down from plane over Russia

યકૂતી મીડિયાના અહેવાલો પ્રમાણે, પ્લેનમાંથી પડેલી કેટલીક સોનાની ઈંટોને એરપોર્ટ પરથી 15 માઈલ(અંદાજે 20 કિલોમીટર) દૂર પણ મળી આવ્યો છે. પોલીસે રનવેને સીલ કરી દીધો છે અને હાઈ લેવલે સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.

Gold bars worth millions rain down from plane over Russia

આ કામમાં માત્ર સીક્રેટ સર્વિસના લોકોને જ લગાવવામાં આવ્યા છે. હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે, આ બનાવ આકસ્મિક રીતે બન્યો કે કોઈનાં ષડયંત્રનો ભાગ છે.

Gold bars worth millions rain down from plane over Russia

પ્લેનને ઉડાન ભરવા માટે તૈયાર કરનારા ટેક્નિકલ એન્જીનિયરોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે, આ મામલે પૂછપરછ થઈ રહી છે. પ્લેનમાં રાખવામાં આવેલા કાર્ગો ચુકોટા માઈનિંગ અને જિઓલોજિકલ કંપનનું હતું.

Gold bars worth millions rain down from plane over Russia

તેમાં અંદાજે 75 ટકા શેર કેનેડિયન કિનરોસ ગોલ્ડનું છે. નોંધનીય છે કે, યકૂતિયાની રાજધાની યાકુત્સક છે, જે રશિયાનો ડાયમંડ પ્રોડક્શન એરિયા છે.

Gold bars worth millions rain down from plane over Russia
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App