Home » International News » Photo Feature » goat brigades help battle Portugal deadly wildfires

પોર્ટુગલ: સરકારે પાળી બકરીઓ, ઘાસ ખાશે જેથી ગરમીઓમાં જંગલમાં આગ લાગતા રોકી શકાય

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 02:50 PM

ગયા વર્ષે જંગલોમાં લાગેલી આગથી 100 જેટલા લોકોના મોત થયા હતા

  • goat brigades help battle Portugal deadly wildfires

    ઇન્ટરનેશનલ ડેસ્ક: પોર્ટુગલમાં ગરમીની સિઝનમાં જંગલમાં આગ લાગવાની મોટી સમસ્યા છે. કેટલીયેવાર પહાડના એક ભાગમાં લાગેલી આગ તણખા દ્વારા લાગેલી આગ જંગલના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. આગને ફેલાતી રોકવા માટે સરકારે ખેડૂતો પાસેથી બકરીઓ ભાડે લઇ રહી છે જેથી તે મેદાનોના ઘાસ ખાશે અને જંગલો સુધી આગ પહોંચે જ નહીં. આગ રોકવા માટે સરકારે આ રીતે પ્રાકૃતિક અને સસ્તો બતાવાઈ રહ્યો છે.

    * પહાડો પર આગ ઠારવા માટે થાય છે લાખોનો ખર્ચ થાય છે
    - પોર્ટુગલની પહાડીઓ પર ગરમીઓના લીધે તાપમાન વધવા પર આગ લાગી જાય છે. તેના પર કાબૂ મેળવવા માટે સરકાર કેટલીયે આગ શામક ગાડીઓ, સૈનિકો અને કેટલાયે વિમાનોને રોકવા પડે છે.

    - પાછલા વર્ષે જંગલોમાં લાગેલી આગથી 100 લોકોના મોત થઇ ગયા હતા. ફાયર વિભાગના લોકોએ તેનું કારણ સરકારી ઓફિસર્સ વચ્ચે કો-ઓર્ડિનેશનનો અભાવ બતાવ્યો હતો

    - પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત સરકારે તાજેતરમાં જ ફર્નાન્ડો મોરા ખેડૂતોની 370 બકરીઓ ભાડે લીધી છે. આ બકરીઓને પહાડ પર ઘાસ ખાવાના કામમાં લગાવવામાં આવી છે. ઓફિસર્સને આશા છે કે તેનાથી આગ એકબીજાની રેન્જમાં નહીં પહોંચી શકે.

    - કિસાન મોરાનું કહેવું છે કે આગ ફેલાતી રોકવા સરકારે જે પગલાં ભર્યા છે તે આજથી પહેલા ક્યારેય નહોતા ભર્યા.


    * ઘાસ ખવડાવવાના કામમાં લાગ્યા 40 લોકો
    - આવનારા 5 વર્ષ સુધી મોરાનું એક જ કામ હશે - 123 એકરમાં ફેલાયેલા સેરા ધ એસ્ટ્રેલા રેન્જમાં ફેલાયેલું ઘાસ બકરીઓને ખવડાવવું. આ કામ માટે સરકારે 40 લોકોને રોક્યા છે.

    - એક ઓફિસરે કહ્યું કે પરિણામ ખુબ જ જલ્દી સામે આવવા માંડશે, પણ કામનું સંપૂર્ણ પરિણામ 5 વર્ષ પછી જ જોવા મળશે.

    - ઓફિસર્સે એ પણ બતાવ્યું કે ઘાસ ચરાવનાર લોકોને ઘાસવાળી જગ્યાની સારી એવી જાણકારી છે. એક હેક્ટર ઘાસ ચરાવવા માટે પહેલા વર્ષે લગભગ 10,700 રૂપિયા મળશે તેના પછી દર વર્ષે ઘાસ ચરાવવા માટે 25 યૂરો મળશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending