મુસાફરી દરમિયાન કંડક્ટરના પ્રેમમાં પડી, દિલની વાત કહેવા આપી આવી જાહેરાત

લવ ઇન ટ્રેન: ડ્રીમ મેન તો હજુ સુધી નથી મળ્યો પણ ગુડલક વિશીઝનો વરસાદ થઇ ગયો

divyabhaskar.com | Updated - Feb 01, 2018, 06:00 PM
girl fall in love with train conductor gave advertise for him

લંડન: જીવનમાં સાચા પ્રેમની તલાશ કરવી ખૂબ મુશ્કેલ કામ છે. ઘણા લોકોને પરફેક્ટ પાર્ટનરની તલાશ ખૂબ દૂર સુધી લઇ જાય છે પણ જો કોઇને તે સમવન સ્પેશિયલ મળી જાય પણ તેને કંઇ કહેતા પહેલા તે વ્યક્તિ દૂર જતી રહે તેવા સંજોગોમાં શું કરવું વાસ્તવમાં જેની સાથે આવું બન્યું હોય તેને ખૂબ દુ:ખ થયું હોય. બ્રિટનમાં એક યુવતી સાથે આવી જ ઘટના બની પણ પ્રિય પાત્રને મેળવવા તેણે નિર્ધાર કરી લીધો કે કંઇ પણ થાય, તેને દિલની વાત કહીને જ રહેશે. યુવક ન મળ્યો તો તેણે અખબારમાં જાહેરાત આપી દીધી, જેમાં તેણે પોતાનું નામ મિકેલા વિથ ધ પેંડોરા જણાવ્યું છે.

લવ ઇન ટ્રેન: ડ્રીમ મેન તો હજુ સુધી નથી મળ્યો પણ ગુડલક વિશીઝનો વરસાદ થઇ ગયો
માન્ચેસ્ટરના હલ શહેર સુધી જતી ટ્રેનમાં મુસાફરી કરતી આ યુવતીને રોજ ટ્રેનમાં કંડક્ટર મળતો પણ યુવતી તેને કંઇ કહેવાની હિંમત એકઠી કરે ત્યાં જ તેનું સ્ટેશન આવી જતું અને તેણે ઉતરવું પડતું. મિકેલા રોજ એમ વિચારીને ટ્રેનમાં ચઢતી કે આજે તો તે તેના દિલની વાત કહેવા માટે સમય કાઢી જ લેશે પણ તેવું થઇ શકતું નહોતું. છેવટે તેણે એક અખબારની 'લોન્લી હાર્ટ્સ' કોલમમાં તેના એકતરફી પ્રેમ માટે મેસેજ છપાવી જ દીધો.

આ મેસેજમાં તેણે લખ્યું છે કે, 'આ મેસેજ માન્ચેસ્ટરથી હલ વચ્ચેની ટ્રાન્સપેનિન સર્વિસના સેક્સી ટ્રેન કંડક્ટર માટે છે, જે દાઢી રાખે છે અને જેના ઘટ્ટ વાળ છે. હું હલથી લીડ્સ સુધી મુસાફરી કરું છું અને તને ખૂબ પસંદ કરું છું.' મિકેલાએ આ મેસેજ છપાવ્યો તે પછી તેને કંડક્ટર તો હજુ સુધી મળ્યો નથી પણ લોકોને તેનો અંદાજ ખૂબ પસંદ પડ્યો છે અને તેમણે પણ આવા ઘણા મેસેજ પબ્લિશ કરાવવાનું શરૂ કરી દીધું છે. સાથે જ મિકેલાને તેના સપનાંનો રાજકુમાર મળે તેવી શુભેચ્છાઓ પણ આપી છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીર..

girl fall in love with train conductor gave advertise for him
X
girl fall in love with train conductor gave advertise for him
girl fall in love with train conductor gave advertise for him
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App