Home » International News » Photo Feature » found Human limbs from crocodile in Indonesia

મગરના પેટમાંથી મળી આવી એવી વસ્તું, જેને જોઈને બધા રહી ગયા દંગ!

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 12:50 PM

ઈન્ડોનેશિયમાં વર્ષે ઘણા લોકો મગરનો શિકાર થાય છે

  • found Human limbs from crocodile in Indonesia
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈન્ડોનેશિયામાં શુક્રવારે એક 20 ફૂટ લાંબા મગરના પેટની અંદર માણસના પગ અને હાથ મળી આવ્યા જેને જોઈને સહુ કોઈ ચોંકી ઉઠ્યા. થોડા દિવસો પહેલા બોર્નિયોમાં એક વ્યક્તિનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો અને તેના કેટલાક અંગો ગાયબ મળ્યા હતા. ઈન્ડોનેશિયન પોલીસનું કહેવું છે કે, આ અંગો એ વ્યક્તિના હોઈ શકે છે.

    ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાના બોરનિયોમાં 36 વર્ષીય એન્ડી એસો એરાંગ બે દિવસ પહેલા ક્લેમ્સ પકડવા માટે ઘરેથી નીકળ્યા હતા. થોડા સમય બાદ જ્યારે તેઓ ઘરે પાછા ન ફર્યા તો પોલીસે તેમની શોધખોળ શરૂ કરી. પોલીસને એન્ડીનો મૃતદેહ કાલીમંથનમાં નદીમાં તરતો જોવા મળ્યો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, તેના શરીરનો એક હાથ અને એક પગ ગુમ હતો. પોલીસને શંકા ગઈ કે, તે કોઈ મગરનો શિકાર બન્યા છે. જે વિસ્તારમાં એન્ડી ક્લેમ્સ પકડવા માટે ગયા હતા ત્યાં મોટી સંખ્યામાં મગરો રહે છે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  • found Human limbs from crocodile in Indonesia
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    પોલીસ અધિકારીઓ પાસે જ એક મગરને પકડીને તેનું પેટ ચીર્યું તો તેઓ જાતે ચોંકી ગયા. મગરના પેટમાંથી એક હાથ અને એક પગ મળ્યો છે જે એન્ડીનો કહેવાઈ રહ્યો છે. પોલીસે ચીફ ટેડી રિસ્તિવાને જણાવ્યું, મગરના પેટમાંથી એક હાથ અને એક પગ મળ્યો છે અને અમને ખાતરી છે કે તે ગુમ વ્યક્તિનો છે.

  • found Human limbs from crocodile in Indonesia
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    એન્ડી એસો એરાંગની પત્નીએ કહ્યું કે, જમવાનું લેવા ગયા હતા. મૃત વ્યક્તિની પત્નીએ કહ્યું કે, તે ઘરેથી ખાવાની વ્યવસ્થા કરવા માટે નીકળ્યા હતા. શું ખબર કે આ અંજામ આવશે. ઈન્ડોનેશિયમાં વર્ષે ઘણા લોકો મગરનો શિકાર થાય છે. પામ ઓઈલ પ્લાન્ટેશનના કારણે ત્યાનાં જંગલો ખતમ થઈ રહ્યા છે, જેના કારણે વન્યજીવો અને લોકો ઘણા નજીક આવી ગયા છે.

     

  • found Human limbs from crocodile in Indonesia
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ