નેધરલેન્ડ: નદીમાંથી કાઢેલા પ્લાસ્ટિકને રિસાઈકલ કરી બનાવ્યો દુનિયાનો પ્રથમ ફ્લોટિંગ પાર્ક

કચરો સાફ થઇ રહ્યો છે અને નદી કિનારે સમય પસાર કરવા લોકોને પાર્ક પણ મળી ગયો

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:39 PM
Floating park built from recycled plastic waste debuts in the Netherlands

ઇન્ટરનેશનલ ડેસ્ક: નેધરલેન્ડના રોટર્ડમ શહેરમાં માસ નદી કિનારે તરતો પાર્ક બનાવાયો છે. ખાસ વાત એ છે કે રિસાઈકલ્ડ પ્લાસ્ટિકથી બનેલો આ દુનિયાનો પ્રથમ પાર્ક છે. આ પાર્કને બનાવવા માટે આ નદીમાંથી કાઢેલા જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો છે. એટલે કે આ પ્રોજેક્ટથી નદીનો કચરો પણ સાફ થઈ રહ્યો છે.

- રોટર્ડમ શહેરમાં નદી કિનારે ખૂબ જ ઓછા પાર્ક છે. આ પાર્ક 2000 ચો.ફૂટમાં બનેલો છે. જે 5 વર્ષમાં તૈયાર કરાયો હતો. શહેરના 25 સમૂહોએ મળીને આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટને શરૂ કરનારા રામોન કોએસ્ટરે કહ્યું કે આ પાર્ક સમુદ્રમાં પડેલા સમુદ્રી કચરાને સમાપ્ત કરવાની ક્રિએટિવ રીત હોઈ શકે છે. તેના પર ઘાસ અને છોડનું માળખું છે.
- તેના પર ચકલીઓ અને તેમના માળા છે અને તમે પાણીમાં માછલીઓને તરતી જોઈ શકાય છે. અહીં લોકો સારું ટાઈમ પસાર કરી શકે છે.

* પાર્ક હેક્સાગોનલ પોડ પર ટકેલો છે
આ પાર્કને હેક્સાગોનલ સેક્શનમાં વહેંચીને બનાવાયો છે. એટલે કે મટિરિયલ બન્યા બાદ પાર્કમાં હેક્સાગોનલ સેક્શન ગમે ત્યારે જોડી શકાશે જેથી તેની સાઈઝ વધારી શકાય. સાથે જ ફાઉન્ડેશનની યોજના નદી કિનારે આવા વધુ પાર્ક બનાવવાની છે.

* રિસાઈકલ મટીરિયલ બનાવવામાં બે વર્ષ લાગ્યા
ટીમે પ્લાસ્ટિક કચરાને તેમની જરૂરિયાત મુજબ વિકસિત કરવા માટે દોઢ વર્ષથી વધુ સમય સુધી શોધ અને પરીક્ષણ કર્યા. ઉપરાંત નદીઓમાં તરતા પ્લાસ્ટિકને પકડવા એક મશીન પણ વિકસાવી છે.

X
Floating park built from recycled plastic waste debuts in the Netherlands
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App