Home » International News » Photo Feature » પિતાએ ધાબા પરથી ફેંકી 6 મહિનાની દીકરીને | father throwing his 6 month old daughter from roof

પિતાએ દીકરીને ઉપાડીને ધાબા પરથી ફેંકી દીધી, પછી જે થયું તે હતું ચોંકાવનારું

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 07:24 PM

કેટલું વિચિત્ર લાગે જ્યારે કોઈ પોતાના બાળકને ધાબા પરથી ફેંકીને મારી નાખવાનો પ્રયાસ કરે

  • પિતાએ ધાબા પરથી ફેંકી 6 મહિનાની દીકરીને | father throwing his 6 month old daughter from roof
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ જરાક વિચારી જુઓ કેટલું વિચિત્ર લાગે જ્યારે કોઈ પોતાના બાળકને ધાબા પરથી ફેંકીને મારી નાખવાનો પ્રયાસ કરે. આવો જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના સાઉથ આફ્રિકાના ક્વાદ્વેસી વિસ્તારનો છે. અહીંયા એક પિતાએ તેના 6 મહિનાની પુત્રીને ધાબા પરથી નીચે ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમયસર પોલીસે તેને પકડીને બચાવી લીધી.

    38 વર્ષના એખ યુવકે તેની 6 મહિનાની બાળકીને ધાબા પરથી ફેંકવાનો પ્રયાસ કર્યો. જો કે, સાઉથ આફ્રિકાના એક વિસ્તારમાં ગેરકાયદે રીતે 90 ઝૂપડપટ્ટીઓ બાંધવામાં આવી હતી અને તેને તોડવા માટે પોલીસ આવી હતી. પોલીસ આવું ના કરે તેના માટે ત્યાના લોકોએ વિવિધ રીતે પોતાના દેખાવો શરૂ કરી દીધા હતા. ત્યારે ત્યા હાજર રહેલા એક યુવકે પોલીસને રોકવા માટે તેની પુત્રીને ધાબા પરથી ફેંકી દીધી.

    લગભગ અડધો ડઝન પોલીસ ત્યા હાજર હતી. જેમાંથી એક પોલીસ ઓફિસર તેને નીચે બોલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે ત્યા હાજર રહેલા અન્ય પ્રદર્શન કરનારાઓ યુવકને વારંવાર ફેંકવા માટે કહી રહ્યા હતા. યુવકે જેવી તેની પુત્રીને ધાબા પરથી ફેંકી ત્યારે પોલીસે બાળકીને ફેંકતા પહેલા તેના પિતાને પકડી લીધો.

    જો કે, બાળકીનો જીવ બચી ગયો અને તેને ઈજા પણ નથી થઈ. તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધ તેની પુત્રીને મારી નાખવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાળકીને તેની માતાના હવાલે કરી દેવામાં આવી છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • પિતાએ ધાબા પરથી ફેંકી 6 મહિનાની દીકરીને | father throwing his 6 month old daughter from roof
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • પિતાએ ધાબા પરથી ફેંકી 6 મહિનાની દીકરીને | father throwing his 6 month old daughter from roof
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • પિતાએ ધાબા પરથી ફેંકી 6 મહિનાની દીકરીને | father throwing his 6 month old daughter from roof
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • પિતાએ ધાબા પરથી ફેંકી 6 મહિનાની દીકરીને | father throwing his 6 month old daughter from roof
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • પિતાએ ધાબા પરથી ફેંકી 6 મહિનાની દીકરીને | father throwing his 6 month old daughter from roof
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ