ચહેરા પાછળનો ચહેરોઃ બાપુની આ તસવીરોની આવી છે હકીકત!

સોશિયલ મીડિયામાં ગાંધીજીની એવી અનેક તસવીરો છે, જે તેઓના વ્યક્તિત્વથી તદ્દન વિપરિત છે.

divyabhaskar.com | Updated - Jan 30, 2018, 11:02 AM
Fake photos of Gandhiji And Nehru which viral on social media

ચહેરા પાછળનો ચહેરોઃ બાપુની આ તસવીરોની આવી છે હકીકત!.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વને શાંતિ અને અહિંસાનો પાઠ ભણાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એક અનોખું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા. તેઓની દરેક તસવીરની પાછળ એક અવિસ્મરણીય ઇતિહાસ હતો. પછી તે દાંડી યાત્રા હોય, સવિજ્ઞા આંદોલન હોય કે તેઓએ ચરખા ચલાવવાનો હોય. આ તસવીરો જોઇને તેની પાછળની કહાણી યાદ આવી જાય છે, પરંતુ સોશિયલ મીડિયામાં આ સમયે એવી અનેક તસવીરો છે, જે તેઓના વ્યક્તિત્વથી બિલકુલ વિપરિત છે. આ મામલે માત્ર મહાત્મા ગાંધી જ નહીં, દેશના પ્રથમ પ્રધાનમંત્રી નહેરુ ગાંધીને પણ નથી છોડ્યા. divyabhaskar.com ગાંધી બાપુની હત્યા(30 જાન્યુઆરી 1948)ની 70મી પુણ્યતિથિ પર આ તસવીરોની હકીકત જણાવી રહ્યું છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જાણો, આ Photosની અસલી હકીકત...

Fake photos of Gandhiji And Nehru which viral on social media

ડાબે તરફની તસવીર નકલી છે. હકીકતમાં આ 6 જૂલાઇ, 1946માં આયોજિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસની મીટિંગમાં ગાંધીજી અને નેહરુની તસવીર હતી, જેને ફોટોશોપની મદદથી નકલી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. 

Fake photos of Gandhiji And Nehru which viral on social media

આ ફોટોગ્રાફને જોઇને ઘણીવાર લોકો છેતરાઇ જાય છે. આ ફોટો ઇન્ટરનેટ પર વધુ વાઇરલ થયો હતો. આ ફોટોની સાથે એવું દર્શાવવાની કોશિશ કરવામાં આવી હતી કે ગાંધીજી એક વિદેશી મહિલાની સાથે ડાન્સ કરી રહ્યા છે. જ્યારે આ ફોટોમાં દેખાતો શખ્શ એક ઓસ્ટ્રેલિયન કલાકાર છે. આ ફોટો સિડનીમાં આયોજિત એક ચેરિટી કાર્યક્રમ દરમિયાન લેવામાં આવ્યો છે. જો તમે આ તસવીરને ધ્યાનથી જોશો તો તેમાં દેખાતો વ્યક્તિ મસ્ક્યુલર છે. જ્યારે ગાંધીજી ખૂબ જ દૂબળા-પાતળા હતા. હકીકતમાં આ કલાકારે પબ્લિસિટી માટે મેકઅપ જ જાણી જોઇને એવો કર્યો હતો કે, તે મહાત્મા ગાંધીની માફક દેખાય છે. 

Fake photos of Gandhiji And Nehru which viral on social media

ગાંધીજીની આ તસવીર પણ ખૂબ જ વાઇરલ થઇ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ફોટો એ સમયનો છે જ્યારે ગાંધીજીને નાથૂરામ ગોડસેએ ગોળી મારી હતી. જ્યારે વાસ્તવિકતા એ છે કે, આ 1963માં રિલિઝ થયેલી ફિલ્મ 'નાઇન અવર્સ ટૂ રામા' (Nine Hours to Rama)નો શોટ છે. આ ફોટાને લઇને લોકો ઘણીવાર છેતરાઇ જાય છે.

Fake photos of Gandhiji And Nehru which viral on social media

દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની આ તસવીર પણ નકલી છે. જો તમે આ બંને તસવીરને ધ્યાનથી જોશો તો હકીકત સામે આવી જશે. 

X
Fake photos of Gandhiji And Nehru which viral on social media
Fake photos of Gandhiji And Nehru which viral on social media
Fake photos of Gandhiji And Nehru which viral on social media
Fake photos of Gandhiji And Nehru which viral on social media
Fake photos of Gandhiji And Nehru which viral on social media
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App