તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રડતા નાના ભાઈની મદદ માટે દિવ્યાંગ મોટા ભાઈએ ઉમળકા સાથે કરી મદદ | Elder Son Without Hand And Legs Helped Younger One

રડતા નાના ભાઈની મદદ માટે દિવ્યાંગ મોટા ભાઈએ ઉમળકા સાથે કરી મદદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: સોશિયલ મીડિયા પર હાલ આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં લગભગ 3 વર્ષનું એક બાળક પોતાના રડતા નાના ભાઈને ટીદર આપતા દેખાઈ રહ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે મદદ કરતા મોટાભાઈને હાથ કે પગ નથી. નાના ભાઈને રડતો જોઈને તેને પ્રેમ ઉમટી પડ્યો અને તેણે કોઈક રીતે પોતાના બાવળાઓની મદદથી બેબી ટીદર નાના ભાઈના મોમાં આપ્યું હતું.


* ક્યાંનો છે આ વીડિયો?
આ વીડિયો અમેરિકાના ટેક્સાસનો છે, જેને કેટી હિડન નામની મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. હકીકતમાં આ વીડિયો કેટીના દીકરા કૈમેડીનનો છે. આનુવંશિક બીમારી ફોકોમિલિયા (phocomelia syndrome)ના લીધે કૈમડીનના જન્મથી જ હાથ અને પગ નથી. કૈમડીનના જણાવ્યા અનુસાર આ જ રીતે તે મોટાભાઈ હોવાની ફરજ અદા કરતો હોય છે. આ વખતે કૈમડીનની મોટી બહેને તેને મોબાઈલમાં કેદ કરી લીધો હતો. કેટીએ કહ્યું - 'આ વખતે મેં વિચાર્યું કે અમારા મિત્રો અને પરિવારના લોકોએ પણ આ જોવું જોઈએ.'


* શું હોય છે ફોકોમિલિયા?
આ એવી બીમારી હોય છે જેમાં જન્મથી જ કેટલાક અંગ નથી હોતા. આ બીમારીના કારણે કૈમડીનને જન્મથી જ હાથ કે પગ નથી. આ બીમારી પ્રેગ્નન્સી દરમિયાન Thalidomide જેવી દવાઓ ખાવાથી થાય છે. Thalidomide દવાનો ઉપયોગ સામાન્ય રીતે કેન્સર જેવી બીમારીઓમાં થાય છે. 

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું