દુબઈ છોડીને ભાગી ગઈ રાજકુમારી, ખોલ્યા પિતાના પર્સનલ Secrets

શું દુબઈની રાજકુમારીઓની જિંદગી જાનવરોથી પણ ગયેલી છે? દુનિયાએ ઉઠાવ્યા જાતજાતના સવાલો

divyabhaskar.com | Updated - Mar 13, 2018, 05:16 PM
Dubai Princess ran away from country opens up fathers secrets

ઇન્ટરનેશનલ ડેસ્ક: દુબઈની 33 વર્ષીય રાજકુમારી શેખ લાતિફા દેશ છોડીને ભાગી ગઈ હોવાની ચર્ચાએ ઇન્ટરનેટ પર જોર પકડ્યું છે. તેણીએ શરણ માટે અમેરિકા પાસે હાથ લંબાવ્યા હોવાનો પણ દાવો છે.

એવું માનવામાં આવે છે કે તેણી દુબઈના હાલના શાસક શેખ મોહંમદ બિન રાશિદ અલ મક્તોમની દીકરી છે. તેણીએ આ બાબતનો દાવો કર્યો છે કે તે સામાન્ય જીવન જીવવા માટે દેશ છોડીને ભાગી ગઈ છે કારણકે પાછલા ત્રણ વર્ષથી તેણીને હોસ્પિટલમાં બંધક બનાવીને રાખવામાં આવી છે.

આગળ વાંચો બ્રિટિશ મીડિયાને મોકલેલા મેસેજમાં રાજકુમારીએ શું દાવો કર્યો છે...

Dubai Princess ran away from country opens up fathers secrets

બ્રિટિશ મીડિયાને મોકલેલા પોતાના મેસેજમાં 33 વર્ષીય રાજકુમારીએ દાવો કર્યો છે કે તેણીએ 16 વર્ષથી ઓછી ઉંમરે એકવાર દેશ છોડવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે ત્યારથી તેણીને શકની નજરે જોવામાં આવે છે. તેણીને આઝાદી સાથે જીવવાની મંજૂરી જ નથી. વર્ષ 2000 પછીથી દેશ છોડીને બહાર જવા માટે પ્રતિબંધ છે. તેણી ગાડી નથી ચલાવી શકતી અને 24 કલાક તેના પર નજર રાખવામાં આવે છે. તેણીના ઉગ્ર સ્વભાવને કંટ્રોલ કરવા માટે કેદ કરીને ઈલાજ કરવામાં આવી રહ્યો હતો. કેટલાક જાનવરોને બાદ કરતા તેના કોઈ મિત્રો નથી.

Dubai Princess ran away from country opens up fathers secrets

શેખ લાતિફાના જણાવ્યા મુજબ શેખ મોહંમદની 6 પત્નીઓ છે અને 30 બાળકો છે. તેણી રાજાની ઓછી પ્રખ્યાત રાણીની 3 દીકરીઓમાંથી એક છે. તેનું દુબઈમાં કોઈ સામાજિક જીવન પણ નથી. ભાગી ગયેલી રાજકુમારીનું માનીએ તો પહેલા પણ બે રાજકુમારીઓ દેશ છોડીને ભાગી ગઈ છે. જેમાંથી એકને પછીથી પકડી લેવામાં આવી હતી.

રાજકુમારી કેવી રીતે ફરાર થઇ શકી? આગળ વાંચો...

Dubai Princess ran away from country opens up fathers secrets

ફ્રાન્સના જાસૂસ સાથે ફરાર થયાનો દાવો

શેખ લાતિફા ફ્રાન્સના જાસુસની મદદથી ફરાર થઇ છે. આ જાસૂસ પોતાની બોટમાં દુબઈથી લોકોને બહાર નીકળવામાં મદદ કરે છે. લાતિફાએ અમેરિકા પાસે શરણ માંગી છે. આ માટે તેણીએ અમેરિકામાં પોતાના વકીલનો પણ સંપર્ક કર્યો છે.

આગળ વાંચો રાજકુમારી હાલ ભારતના કયા દરિયાકિનારાની આસપાસ ફરતી હોવાનો દાવો છે...

Dubai Princess ran away from country opens up fathers secrets

દક્ષિણ ભારતના સમુદ્ર કિનારા આસપાસ છે અત્યારે

લાતિફાએ દાવો કર્યો છે કે તેણી અત્યારે દક્ષિણ ભારતના સમુદ્ર કિનારા આસપાસ છે. તેણીનું કહેવું છે કે તે દુબઇ છોડીને ભાગી ગઈ છે, પણ તેણીને હજુ પણ ખતરો છે. તેણીને બળજબરીથી ફરી દુબઇ લઇ જવામાં આવે તેવો ભય પણ વ્યક્ત કર્યો છે.

X
Dubai Princess ran away from country opens up fathers secrets
Dubai Princess ran away from country opens up fathers secrets
Dubai Princess ran away from country opens up fathers secrets
Dubai Princess ran away from country opens up fathers secrets
Dubai Princess ran away from country opens up fathers secrets
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App