અમેરિકાની ભારતને ધમકી, જો ટેક્સ લગાવશો તો અમે પણ આપીશું જવાબ

અમેરિકાની ભારતને ધમકી, જો ટેક્સ લગાવ્યો તો અમે આવી રીતે આપીશું જવાબ

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 11:24 AM
Donald Trumps Gives India Warning, Here Is The Reason Behind That

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ભારત જેવા દેશને અમેરિકી ટેરિફ પ્રમાણે ન ચાલવાથી જવાબી ટેક્સ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પ ભારતમાં હાર્લી ડેવિડસન બાઇક ઉપર લગાવવામાં આવી રહેલાં 50 ટકા ડ્યૂટીને લઇને ઘણાં નિરાશ છે અને થોડાં દિવસો પહેલાં તેના વિશે બોલી પણ ચૂક્યા છે. હાર્લી ડેવિડસન એક અમેરિકી કંપની છે અને ભારતમાં તેના બાઇક્સ ઘણાં વેચાય છે. તેમણે કહ્યું 'જો ચીન અમારી ઉપર 25% ચાર્જ લગાવશે અને ભારત 75 ટકા ચાર્જ કરશે તો અમે પણ તેમના જવાબમાં તેટલો જ ટેક્સ લગાવીશું.'

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Donald Trumps Gives India Warning, Here Is The Reason Behind That

સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવી-

- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પે ગુરૂવારે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અયાત શુલ્ક લગાવી દીધો. સ્ટીલ ઉપર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા ડ્યૂટી લગાવી છે. તેના ઉપર 15 દિવસોમાં અમલ શરૂ થશે. મેક્સિકો અને કેનેડાની સાથે નાફ્ટા સમજોતા દ્વારા વાતચીત ચાલી રહી છે. માટે તેને હાલ છૂટ આપવામાં આવી છે. અન્ય દેશોને છૂટ જોઇતી હોય તો તેમણે અમેરિકી પ્રશાસન સાથે વાત કરવી પડશે. આ નિર્ણયનો દુનિયાભરમાં વિરોધ થઇ રહ્યો છે. ચીન, યૂરોપ સહિત મોટાંભાગના દેશઓ બદલામાં અમેરિકી ગુડ્સ (સામાન) ઉપર ટેક્સ લગાવવા કે વધારવાની ચેતાવણી આપી છે.

 

ટ્રમ્પે કહ્યું 'અમને નુકસાન થયું છે'

 

આયાત શુલ્ક લગાવવાના આદેશ ઉપર હસ્તાક્ષર પછી ટ્રમ્પે કહ્યું, 'નવ મહિનાની તપાસ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાંય સમયથી અમારી ઇન્ડસ્ટ્રી અન્ય દેશોની અનુચિત નીતિઓનો શિકાર હતી. અમારા અનેક પ્લાન્ટ બંધ થયા અને લાખો લોકો બેરોજગાર થઇ ગયાં. અનુચિત વેપાર નીતિઓ આર્થિક જ નહીં, સુરક્ષા માટે પણ ખતરનાક છે.'

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Donald Trumps Gives India Warning, Here Is The Reason Behind That

ચીનને પણ ઘેર્યા-

 

ચીનના નામ લીધા વિના ટ્રમ્પે કહ્યું- અન્ય દેશોએ ડિમાન્ડથી વધારે ઉત્પાદન ક્ષમતાના પ્લાન્ટ લગાવી દીધા છે. સરકારી સબસિડીના દમ પર તેમણે ગ્લોબલ માર્કેટને સસ્તા મેટલથી ભરી દીધું છે. જેનાથી તેમના દેશમાં નવી નોકરી પેદા થઇ, પરંતું અમારે ત્યાં ખતમ થઇ ગઇ. અમેરિકા સૌથી વધારે સ્ટીલ કનાડા, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, રૂસ, મેક્સિકો, જાપાન અને જર્મનીથી આયાત કરે છે. ચીનની ભાગેદારી 2.7% છે. અમેરિકાને એલ્યુમિનિયમ એક્સપોર્ટ કરવામાં પણ અમેરિકા સૌથી ઉપર છે. જેના પછી ચીન અને રૂસ છે.

 

દુનિયાના સૌથી મોટાં ઇન્પોર્ટર્સમાંથી એક અમે છીએ-

 

ભારતના વિશ્વના ભૌગોલિક પ્રદેશો અને મોટા વેપારિક સમુહની સાથે વ્યાપારિક સંબંધ છે જેમાં પશ્ચિમી યૂરોપ, પૂર્વી યૂરોપ, પૂર્વવર્તી સોવિયત સંઘ (રૂસ) અને બાલ્ટિક રાજ્ય, એશિયા, ઓસીનિયા, આફ્રિકા, ઉત્તરી અમેરિકા આવે છે. 1950-51માં ભારતનો કુલ વિદેશ વેપાર 1214 કરોડ હતો. ત્યારથી જ, તે સમયે-સમયે મંદીની સાથે સતત વૃદ્ધિ કરવામાં સાક્ષી છે. જોકે, આ બધા સિવાય ભારત દુનિયામાં સૌથી આયાત કરનાર દેશોમાં સામેલ છે. 2016માં ભારત 256 અરબ ડોલર (લગભગ 17 લાખ કરોડ)નું ઇમ્પોર્ટ કરી દુનિયાનો 18મો સૌથી વધારે ઇમ્પોર્ટ કરનારો દેશ રહ્યો છે. આ પહેલાં 2014માં ભારત 300 અરબ ડોલરથી વધારે ઇમ્પોર્ટ કરી 14માં નંબર પર હતો.

X
Donald Trumps Gives India Warning, Here Is The Reason Behind That
Donald Trumps Gives India Warning, Here Is The Reason Behind That
Donald Trumps Gives India Warning, Here Is The Reason Behind That
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App