Home » International News » Photo Feature » Doctor helps pregnant women through labor by dancing research shows it does help

ડિલીવરી પહેલા સગર્ભાઓને ડાન્સ કરાવે છે આ ડોક્ટર, જાણો તેની પાછળનું કારણ

Divyabhaskar.com | Updated - Jan 23, 2018, 03:39 PM

ડોકટરે તાજેતરમાં દર્દીઓ સાથેના ડાન્સ-વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકયા છે જેને ચોતરફથી વાહવાહી મળી રહી છે

  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ જો તમે સોશિયલ મીડિયા પર કોઈ વીડિયોમાં ગર્ભવતી મહિલાને ડોક્ટર સાથે ડાન્સ કરતા જોવો તો જરૂર ચોંકી જશો. તમને એકવાર તો વિચાર આવશે જ કે આવી સ્થિતિમાં કોઈ મહિલા કેવી રીતે ઠુમકા મારી શકે. એ પણ હોસ્પિટલના વોર્ડમાં જ્યાં ઘોંઘાટ કરવા પર પ્રતિબંધ હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ શક્ય કેવી રીતે થયું, શું માહોલ બદલાઈ રહ્યો છે?

    જલ્દી ડિલીવરી થાય એ માટે ડાન્સ કરાવે છે


    - બાળક માતાના પેટમાંથી બહાર નીકળવાની મૂવમેન્ટ કરે ત્યારે મહિલાને પીડા થવાની શરૂ થાય છે.
    - મોટા ભાગે પેઇન શરૂ થાય એટલે દર્દીને લેબર-રૂમમાં લઇ જઇને સતત મોનિટર કરવામાં આવે.
    - જોકે બ્રાઝિલના ડો.ફર્નાન્ડો ગ્યુડિસ કુન્હા નામના ડોકટરનો ડિલીવરી કરાવવાની રીત અજીબ છે.
    - તેઓ પૂરા મહિના જઇ રહ્યા હોય એવી મહિલાઓને સરળતાથી અને ઓછી પીડા સાથે જલ્દી ડિલીવરી થાય એ માટે ડાન્સ કરાવે છે.

    સ્ટ્રેચર પર સુવાડાવી દેવાને બદલે ડાન્સ તેમની સાથે કરે છે ડાન્સ


    - ડોક્ટર મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરીને ઓપરેશન થિયેટરના કપડાં પહેરાવીને તૈયાર કરવામાં આવે છે.
    - એ પછી તેમને સ્ટ્રેચર પર સુવાડાવી દેવાને બદલે આ ડોકટર તેમની સાથે ડાન્સ કરે છે.
    - એકદમ હળવી અને ચોક્કસ ડાન્સ મૂવમેન્ટ દ્વારા બાળકને નીચે આવવામાં તેમજ લેબર-પેઇન કરવામાં સરળતા રહે છે.

    સરળતાથી થઈ જાય છે ડિલીવરી


    - મેડિકલ સાયન્સના અંદાજ મુજબ પ્રસવની પીડા સરેરાશ આઠ કલાકની હોય છે, પરંતુ આ ડાન્સ કરવાથી લેબર-પેઇન ઇન્ડ્યુસ કરવા માટે કોઇ દવા કે ઇન્જેકશન્સ લેવા પડતાં નથી અને બાળકની ડિલીવરી સરળતાથી થઇ જાય છે.
    - આ જ કારણોસર હવે ડો. ફર્નાન્ડોને 'ડાન્સિંગ ડોકટર' તરીકે બધા ઓળખે છે.
    - ડાન્સ કરાવીને ડિલીવરી કરવાની તેમની આ પદ્ધતિ સાયન્ટિફિકલી પણ અકસીર પુરવાર થઇ છે.

    વીડિયો કર્યા શેર, મળી રહી છે વાહવાહી


    - મેડિકલ સાયન્સ કહે છે કે ડાન્સ, વોક, બોલ સાથેની એકસરસાઇઝ અને ઊભડક બેસવાના મૂવ્સ કરવાથી લેબર-પેઇન શરૂ થાય છે.
    - ડાન્સ કરવાથી મન તથા બોડી હળવી અનુભવતા બાળકની મૂવમેન્ટ ઇઝી થઇ જાય છે.
    - ડોકટરે તાજેતરમાં પોતાના દર્દીઓ સાથેના ડાન્સ-વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકયા છે અને ચોતરફથી તેમને વાહવાહી મળી રહી છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Doctor helps pregnant women through labor by dancing research shows it does help
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ