Divya Bhaskar

Home » International News » Photo Feature » 7 you can drive a car with Indian license in the country

આ છે તે 7 દેશ, જ્યાં તમે ભારતીય લાયસન્સ પર ચલાવી શકો છો કાર

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 02:31 PM

ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશ છે જ્યાં ભારતીય લાયસન્સ થોડા સમય માટે માન્ય ગણાય છે

  • 7 you can drive a car with Indian license in the country
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: જો તમે વિદેશમાં પણ કાર ચલાવવાની મજા માણવા માંગો છો તો એવા કેટલાક દેશ છે જ્યાં તમારી આ ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. તમે ભારતીય લાયસન્સ સાથે ત્યાં પણ ડ્રાઇવિંગની મજા લઇ શકો છો. અમે તમને આવા જ 7 દેશ વિશે જણાવી રહ્યાં છીએ.

    જર્મની

    તમે જર્મની જાઓ, તો લોન્ગ ડ્રાઇવિંગની મજા જરૂર લેજો. અહીં તમે ભારતીય લાયસન્સ સાથે ડ્રાઇવિંગ કરી શકો છો. અહીં ડ્રાઇવિંગ માટે 'ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ' કમ્પલસરી નથી.

    આગળની સ્લાઇડમાં વાંચો, અન્ય આવા જ દેશ વિશે...

  • 7 you can drive a car with Indian license in the country
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓસ્ટ્રેલિયા

     

    ન્યૂ સાઉથ વેલ્સ, ક્વીન્સલેન્ડ, સાઉથ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયા કેપિટલ ટેરિટરીમાં જ ભારતીય વેલિંડ ડ્રાઇવિંગ લાયસન્સથી ડ્રાઇવિંગ કરી શકાય છે. તમારી પાસે  ડ્રાઇવિંગ લાયસન્સ છે તો તમે ઓસ્ટ્રેલિયામાં ગાડી ચલાવી શકો છો.

  • 7 you can drive a car with Indian license in the country
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્વિત્ઝરલેન્ડ

     

    એલપ્સની ક્રિસ્ટલ ક્લીયર નદી અને ક્યારેય પૂર્ણ ન થનારા રોડ. અહીં કારથી આ પહાડો પર ફરવુ કોઇ સપના જેવુ છે. અહીં તમે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે એક વર્ષ સુધી ગાડી ચલાવી શકો છો. કાર ડ્રાઇવ કરવા માટે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સ્વિત્ઝરલેન્ડમાં એક વર્ષ સુધી માન્ય હશે.

  • 7 you can drive a car with Indian license in the country
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    દક્ષિણ આફ્રિકા

     

    મોટા ભાગના ટ્રાવેલર દક્ષિણ આફ્રિકામાં બાય રોડ ફરવાનું પસંદ કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે એક વર્ષ સુધી કાર ડ્રાઇવ કરી શકો છો. ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ ઇંગ્લિશમાં હોવુ જોઇએ. જેમાં તમારી તસવીર અને સહી હોવી જોઇએ.

  • 7 you can drive a car with Indian license in the country
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નોર્વે

     

    નોર્વેમાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ત્રણ મહિના સુધી કાર ડ્રાઇવ કરી શકો છો. નોર્વેમાં ભારતીયોને ત્રણ મહિના સુધી પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ સાથે પરવનાગી મળે છે

  • 7 you can drive a car with Indian license in the country
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇંગ્લેન્ડ

     

    અહીં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે તમે એક વર્ષ સુધી કાર ડ્રાઇવ કરી શકો છો. જો કે અહીં માત્ર તમે નાની કાર અને બાઇક જ પોતાના લાઇસન્સથી ચલાવી શકશો.

  • 7 you can drive a car with Indian license in the country

    અમેરિકા (રાઇટ સાઇડ ડ્રાઇવિંગ)

     

    અમેરિકામાં તમે ભારતના ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ડ્રાઇવિંગ કરી શકો છો પરંતુ તેની માટે જરૂરી છે કે તમારૂ ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય હોય અને અંગ્રેજીમાં બનેલુ હોય. અમેરિકામાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સથી એક વર્ષ સુધી કાર ડ્રાઇવ કરી શકો છો. જો આવુ નથી તો તમારે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ બનાવવી પડશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending