આમ પાણીમાં તણાઈ ગઈ આખી જિંદગીની કમાણી, રસ્તા પર આવી ગયા લોકો

મકાનનો અડધો ભાગ તૂટીને તણાઈ ગયો, ટીવી જોઈ રહ્યું હતું વૃદ્ધ દંપત્તિ

divyabhaskar.com | Updated - Mar 21, 2018, 04:18 PM
Cliff top homes crumble into sea after strong winds

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈંગ્લેન્ડમાં એક વૃદ્ધની આખી જિંદગીની કમાણી પાણીમાં તણાઈ ગઈ. 64 વર્ષીના પોલ રેએ રિટાયરમેન્ટ માટે તેમની આખા જીવનની બચતથી ડ્રીમહોમ લીધું હતું. આ મકાન દરિયા કિનારે આવેલા માટીના ટેકરા પર બનેલું હતું. પણ એક દિવસ ઝડપી વાવાઝોડું અને હાઈ ટાઈડના લીધે મકાનની નીચેની જમીન પણ તણાઈ ગઈ. જેના કારણે મકાનનો અડધો ભાગ તૂટીને તણાઈ ગયો. અહીંયા આવેલા 13 મકાનોની આવી હાલત થઈ છે. બધાને ખાલી કરવું પડ્યા મકાન...

- આ ઘટના નોરફ્લોકના હેમ્સબીની છે, જ્યાં આવેલા 13 મકાનોને હાઈ ટાઈડ્સ અને ઝડપી હવાના કારણે ખાલી કરવું પડ્યું. તેમાંથી જ એક મકાન પોલનું હતું.
- સેલ્ફ એમ્પલોયડ કારપેન્ટરે કહ્યું કે, તે હવે નિવૃત થઈને તેમની પત્ની એલિઝાબેથ સાથે આરામ કરવાની તૈયારીમાં હતા.
- તેના માટે તેમણે 8 વર્ષ પહેલા 75 હજાર પાઉન્ડમાં ડ્રીમહોમ ખરીદ્યું હતું. જે સમયે આ દુર્ઘટના થઈ, ત્યારે બન્ને ટીવી જોઈ રહ્યા હતા.
- તેમણે જણાવ્યું કે, પવન એટલો જોરથી ફૂંકાયો કે, ચહેરો સામે આવી જાય તો તેને પણ કાપી નાખે. દરિયાના મોજા એટલા ઝડપી હતા, જેને રોકવા સરળ નહોતા.
- તેમણે જણાવ્યું હતું, સિટી ઓથોરિટીએ જોખમને જોતા તેમણે એ રાત્રે તેમના 2 બેડરૂમનો બંગલો છોડવા માટે કહી દીધું હતું. તેમણે રાત તેમની પુત્રીના ઘરે પસાર કરી.
- બીજા દિવસે જ્યારે તેઓ પાછા તેમના ઘરે પહોંચ્યા તો તેમણે વાવાઝોડાથી થયેલા નુકશાનનો અંદાજો થયો. એ નુકશાન જોઈને બહુ દુઃખી હતી, કારણે કે તેમની આખી જિંદગીની કમાણી લાગેલી હતી.
- ઝડપી પવન અને હાઈ ટાઈડના કારણે લેન્ડસ્લાઈડ્સ જેવી સ્થિતિ બની ગઈ અને તેમને મકાનની નીચેની જમીન કપાઈ ગઈ. જેમાં તેમના મકાનનો અડધો ભાગ તૂટીને તણાઈ ગયો.
- આ તરફ કાઉન્સિલ અને પોલીસે તેમને હંમેશા માટે માટે આ ઘરમાં રહેવાની મનાઈ ફરમાવી દીધી છે. તેમણે કહેવામાં આવ્યું કે, આ નો ગો એરિયા છે અને તે બન્ને હવે અહીંયા ના રહી શકે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો અને જુઓ મકાનની વધુ તસવીરો...

Cliff top homes crumble into sea after strong winds

ખતરો હજુ પણ યથાવત

- નોરફ્લોક કાઉન્ટી કાઉન્સિલની હેડ જેન ડેવિસે વોર્નિગ આપી છે કે, આ જગ્યા પર બનેલા તમામ મકાનો હાઈ રિસ્ક પર છે. આ ગમે ત્યારે દરિયામાં પડી શકે છે.
- તેમણે કહ્યું કે, હવે આગળ પણ હાઈ ટાઈડ અને ઝડપી હવાની શંકા છે. હવામાન વિભાગે પણ આવનારા 48 કલાકમાં આવું જ વાતાવરણ રહેવાની આશંકા વ્યક્ત કરી છે.
- તેમણે કહ્યું કે, રેતી જેમ-જેમ સુકાશે, તો આવતા સપ્તાહ સુધી રેતીના ટેકફા ફરીથી પોતાનું સ્વરૂપ બદલી શકે છે, એવામાં ટેકરા પર રહેલી આ પ્રોપર્ટીને નુકશાન પહોંચવાનો ખતરો વધારે છે.
- લોકલ ઓથોરિટી અહીંથી સુરક્ષિત કાઢવામાં આવેલા લોકો માટે ઈમરજન્સી હાઉસિંગની વ્યવસ્થા કરી રહી છે.

Cliff top homes crumble into sea after strong winds
Cliff top homes crumble into sea after strong winds
Cliff top homes crumble into sea after strong winds
Cliff top homes crumble into sea after strong winds
Cliff top homes crumble into sea after strong winds
Cliff top homes crumble into sea after strong winds
Cliff top homes crumble into sea after strong winds
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App