તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચીન: યુવતીને સાપે ડંખ માર્યો તો તે કાંડા પર સાપ લપેટીને હોસ્પિટલ પહોંચી ગઈ | China Woman Went Hospital With Snake Twined Around Her Wri

ચીન: યુવતીને સાપે ડંખ માર્યો તો તે કાંડા પર સાપ લપેટીને હોસ્પિટલ પહોંચી ગઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: ચીનની હોસ્પિટલમાં એક યુવતી અચાનક હાથમાં સાપ લઈને પહોંચી ગઈ હતી. આ મહિલાએ કહ્યું કે તેને પોતાનો ઈલાજ કરાવવો છે  કારણકે તેના હાથ પર બેસેલા સાપે તેને કરડી લીધો છે. ચાઈના ડેઇલીના સમાચાર મુજબ આ ઘટના ઝેજિયાંગ પ્રાંતના પુજિન્ગ કાઉન્ટીની હોસ્પિટલમાં રવિવારે 29 જુલાઈએ બની હતી. મહિલાની જાણકારી મુજબ આ સાપ અચાનક તેના કાંડા પર વીંટાળાઈ ગયો અને તેન કરડી લીધું હતું.

 

* સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો:

ચાઈના ડેઇલીએ મહિલાના હોસ્પિટલ આવવા અને ત્યાં હાજર લોકોના રિએક્શનની ઘટનાનો આખો વીડિયો પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે જે જોતજોતામાં વાયરલ થઇ ગયો. આ ચીની મહિલાની બહાદુરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. વીડિયોમાં સાફ દેખાય છે કે કેવી રીતે સાપ લઈને તેણી ડર્યા વિના હોસ્પિટલ પહોંચી અને ફોર્મ ભરવા જેવી કાગળની જરૂરી કાર્યવાહી પણ પુરી કરી.

 

* ઝેરીલો નહોતો સાપ:
જોકે પછીથી સ્પષ્ટતા થઈ હતી કે મહિલા કાંડામાં જે સાપને વીંટાળીને લાવી હતી તે ઝેરી નહોતો. આ મહિલાએ ઘણી જ બહાદુરી સાથે આ 1.5 મીટર લાંબા સાપને પકડી રાખ્યો હતો. ચીનમાં હોસ્પિટલમાં હાજર લોકો સહિત સોશિયલ મીડિયા પર લોકો આ નજારો જોઈને હેરાન રહી ગયા હતા.

 

આ પણ વાંચો:- 
ઊડતી 'વ્હેલ': એરબસ બેલુગા XLએ પહેલીવાર ભરી ઉડાન, 1.40 લાખ કિલો વજન ઉપાડવાની કેપેસિટી