બની રહી છે વિશ્વની સૌથી ઝડપી હાઇપરસોનિક વિન્ડ ટનલ, 11 હજાર કિમીનું અંતર 2 કલાકમાં કાપશે

પ્રોજેક્ટ સફળ રહ્યો તો બેઇજિંગથી ન્યૂયોર્ક વચ્ચેનું 11,012 કિ.મી.નું અંતર ફક્ત 2 કલાકમાં કપાશે

divyabhaskar.com | Updated - Mar 22, 2018, 07:10 PM
China Want to develop most powerful hyper sonic wind tunnel

ઈન્ટરનેશનલ ડેસ્કઃ બેઇજિંગથી 11,012 કિલોમીટર દૂર ન્યૂયોર્ક બે કલાકની અંદર પહોંચાડે તેવા નવી જનરેશનના સુપર-ફાસ્ટ વિમાનો વિકસાવવા ચીન વિશ્વની સૌથી ઝડપી હાઇપરસોનિક વિન્ડ ટનલ બનાવી રહ્યું હોવાનું તેના સરકારી મીડિયાના અહેવાલમાં જણાવાયું છે. વિન્ડ ટનલ ઘન પદાર્થો વચ્ચેથી પસાર થતી હવાની અસરોના અભ્યાસ માટે એરોડાયનેમિક રિસર્ચમાં ઉપયોગમાં લેવાતું એક ટૂલ છે.

વિમાન, ઓટોમોબાઇલ્સ તથા અન્ય મશીનોના મોડલ્સના ટેસ્ટિંગ માટે એન્જીનીયર્સ વિન્ડ ટનલ્સનો ઉપયોગ કરે છે. ચાઇનીઝ એકેડમી ઑફ સાયન્સીસ (સીએએસ)ની સ્ટેટ કી લેબોરેટરી ઑફ હાઇ ટેમ્પ્રેચર ગેસ ડાયનેમિક્સના રિસર્ચર હેન ગુઇલાઇએ કહ્યું કે પ્રતિ કલાક 30,625 કિ.મી. સુધીની મતલબ કે ધ્વનિની ગતિથી 25 ગણી વધુ ઝડપે ઊડી શકનારા હાઇપરસોનિક વિમાનના ટેસ્ટિંગ માટે આ ટનલનો ઉપયોગ થઇ શકે છે, જે 265 મીટર લાંબી હશે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, બેઇજિંગ સ્થિત સીએએસના સંશોધકો એક હાઇપરસોનિક વિમાનનું સફળ પરીક્ષણ કરી ચૂક્યા છે.

આ અહેવાલમાં 'આઇ પ્લેન' મોડલનો ઉલ્લેખ છે, જે બેઇજિંગથી પેસેન્જર્સને કે માલસામાનને 2 કલાકની અંદર ન્યૂયોર્ક પહોંચાડી શકે છે. હાલ બેઇજિંગ-ન્યૂયોર્ક વચ્ચેની લગભગ તમામ કોમર્શિયલ એરલાઇન ફ્લાઇટ 13 કલાકનો સમય લે છે.

China Want to develop most powerful hyper sonic wind tunnel
China Want to develop most powerful hyper sonic wind tunnel
China Want to develop most powerful hyper sonic wind tunnel
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App