તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીન: વિશ્વની સૌથી ઊંચી બુદ્ધ પ્રતિમામાં તિરાડો, સમારકામ માટે 4 મહિના ચેકિંગ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: ચીનના સિચુઆન પ્રાંતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમામાં તિરાડો પડી ગઇ છે. સમારકામ માટે પ્રતિમાનું ચેકિંગ કરાઇ રહ્યું છે, જેમાં લગભગ 4 મહિના લાગશે. 71 મીટર ઊંચી આ પ્રતિમાના પેટ અને છાતીના ભાગે તિરાડો પડી છે. 

 

- ક્યાંક-ક્યાંકથી પ્રતિમા તૂટી પણ ગઇ છે. પ્રતિમાનું ચેકિંગ 8 ઓક્ટોબરથી શરૂ થશે. તે માટે પ્રતિમાને આખી ઢાંકી દેવાશે. સાંસ્કૃતિક ધરોહરોના જાણકારોની દેખરેખ હેઠળ તેનું ચેકિંગ કરાશે, જેમાં થ્રી-ડી લેસર સ્કેનિંગ, ઇન્ફ્રારેડ થર્મલ ઇમેજિંગ જેવી ટેકનિકનો ઉપયોગ થશે. 
- ડ્રોનથી હવાઇ સર્વેક્ષણ પણ કરાશે. બુદ્ધની આ પ્રતિમા બનાવવામાં 90 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. 
- તે બનાવવાની શરૂઆત તાંગ વંશ (વર્ષ 618-907)ના શાસન દરમિયાન વર્ષ 713માં થઇ હતી. 
- યુનેસ્કોએ તેને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર જાહેર કરી છે.