માથું કપાયા બાદ પણ દોઢ વર્ષ જીવતો રહ્યો આ મરઘો, કારણ જાણીને પણ વિશ્વાસ નહીં આવે

વાર્તા નહીં 100 ટકા સાચી ઘટના છે

divyabhaskar.com | Updated - Mar 22, 2018, 11:01 AM
Chicken without head lived for more than one and half year

અજબ-ગજબ ડેસ્ક: શું કોઈ માણસ કે જાનવર માથું કપાઈ ગયા બાદ પણ જીવિત રહી શકે છે? તમે કહેશો બકવાસ...આવું થઇ જ ના શકે ! પણ આવું થયું છે...અમેરિકાના કોલારાડોમાં લ્યોચડ ઓસલેન પોલ્ટ્રી ફાર્મ ચલાવતા હતા, 18 સપ્ટેમ્બર 1945એ દાવત માટે તેણે એક મરઘો કાપ્યો. પણ ભૂલ એ થઇ કે તેણે મરઘાને બોક્સમાં નાખવાની જગ્યાએ સાઈડમાં રાખી દીધો, ત્યારે જ મરઘો ફરાર થઇ ગયો. મરઘાએ માલિકને બનાવી દીધા કરોડપતિ...

- હકીકતમાં માઈક નામના આ મરઘાને કાપતી વખતે લ્યોચડએ ભૂલ કરી હતી જેના લીધે મરઘાં માઈકના માથાનો આગળનો ભાગ કપાઈ ગયો હતો, પણ જરૂરી નસ અને એક કાન બચી ગયો હતો. લ્યોચડને મરઘાં પર દયા આવી ગઈ અને તેને ડ્રોપની મદદથી દૂધ અને મકાઈના દાણા આપવા લાગ્યો.

- જલ્દી જ આ અજુબો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું, લોકો દૂર દૂરથી તેને જોવા આવવા લાગ્યા. લ્યોચડ એક એવી મનોરંજન કંપની સાથે જોડાઈ ગયો જે ફરીફરીને બધે જાનવરોને દેખાડતી હતી, જેના લીધે લ્યોચડની સારી એવી કમાણી પણ થવા લાગી.

- આ દરમિયાન ડરઝન છાપાઓ અને ટાઈમ જેવી પ્રખ્યાત મેગેઝીનએ પણ લ્યોચડના ઇન્ટરવ્યૂ કર્યા અને મરઘાં માઈકનો ફોટો પબ્લિશ કર્યો. એ સમયમાં આ મરઘાની કિંમત 10 હજાર ડોલર લગાવવામાં આવી હતી.

- માર્ચ 1947માં એક દિવસ શોમાંથી પરત ફરતી વખતે લ્યોચડ એક મોટેલમાં રોકાયો. અચાનક અડધી રાતે મરઘાનો દમ ઘૂંટાવા લાગ્યો અને મકાઈનો એક દાણો તેના ગળામાં અટકી ગયો હતો અને તેને ખાવાનું ખવડાવવાની સિરીંજ શોની જગ્યાએ જ છૂટી ગઈ હતી અને આખરે દોઢ વર્ષ બાદ તેનું મોત થઇ ગયું. પોસ્ટમોર્ટમ દરમિયાન ખબર પડી કે તેનું માથું કપાયા બાદ પણ મગજનો ભાગ બાકી રહી ગયો હતો જેનાથી તેનું બોડી અપડેટ રહેતું હતું.

Chicken without head lived for more than one and half year
Chicken without head lived for more than one and half year
X
Chicken without head lived for more than one and half year
Chicken without head lived for more than one and half year
Chicken without head lived for more than one and half year
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App