Home » International News » Photo Feature » રોડ પર આ રીતે છોકરો પસંદ કરે છે છોકરી | Bridal market where young roma women meet new people

રોડ પર આ રીતે છોકરો પસંદ કરે છે છોકરી, વર્જીનિટી માટે હોય છે આ શરત

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 12:46 PM

તાજેતરમાં જ 8 એપ્રિલના રોજ 'રોમાની ડે' હતો જેની ઉજવણી દુનિયાભરના રોમા સમુદાયના લોકોએ કરી

  • રોડ પર આ રીતે છોકરો પસંદ કરે છે છોકરી | Bridal market where young roma women meet new people
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇન્ટરનેશનલ ડેસ્ક: તાજેતરમાં જ 8 એપ્રિલના રોજ 'રોમાની ડે' હતો જેની ઉજવણી દુનિયાભરના રોમા સમુદાયના લોકોએ કરી હતી. ગુજરાતમાં જીવનસાથી પસંદગી સંમેલન સામાન્ય વાત છે. જેમાં છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરે છે. પણ આંતર રાષ્ટ્રીય સ્તરે યુરોપના એક દેશમાં ખુલ્લામાં ભરાતા ટીનએજ દુલ્હન માર્કેટ વિશે જાણીને તમારા આશ્ચર્યનો પાર નહીં રહે. આ માર્કેટમાં મૂળ રોમાનિયા દેશના રોમા વંશના લોકો, જે Kalaidzhi નામથી ઓળખાય છે તે ભાગ લે છે. આ રૂઢિચુસ્ત ખ્રિસ્તી કમ્યુનિટીમાં છોકરીઓને 15 વર્ષની ઉંમર પછી ભણવા દેવામાં આવતી નથી. છોકરીઓને ઘરની બહાર પણ જવા દેવામાં આવતી નથી. છોકરા-છોકરીઓ ઈન્ટરનેટથી કનેક્ટ કરે છે.
  • રોડ પર આ રીતે છોકરો પસંદ કરે છે છોકરી | Bridal market where young roma women meet new people
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    બલ્ગેરિયા દેશના Stara Zagora નામના શહેરમાં દર વર્ષે ચાર વખત આ માર્કેટ ભરાય છે. જેમાં ગરીબ ઘરની છોકરીઓ પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા ભાગ લે છે. ખુલ્લામાં ભરાતા આ માર્કેટમાં ટીનએજ છોકરીઓ મેક-અપ અને જ્વેલરી સાથે સજી-ધજીને ઉભી રહે છે. બીજી તરફ લગ્નઈચ્છુક છોકરાઓ મેળામાં આવીને છોકરીઓને જુએ છે. 

     

  • રોડ પર આ રીતે છોકરો પસંદ કરે છે છોકરી | Bridal market where young roma women meet new people
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    પ્રથમ નજરે ગમી ગયા બાદ બંને મેળામાં જ ઉભા ઉભા વાત કરીને વિચારોની આપ-લે કરે છે. મેળામાં છોકરા-છોકરીના માતા-પિતા દૂર ઉભા રહીને નિહાળે છે. 13 વર્ષથી માંડીને 20 વર્ષ સુધીની છોકરીઓ મેળામાં આવે છે. 

     

  • રોડ પર આ રીતે છોકરો પસંદ કરે છે છોકરી | Bridal market where young roma women meet new people
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    જો છોકરાને છોકરી પસંદ આવી જાય તો તેણે છોકરીના પરિવારને નક્કી કરેલી રકમ ચૂકવવાની રહે છે.  છોકરી માટે અંદાજે બેથી ચાર લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. આ રકમ પરંપરાગત લગ્નમાં થતા ખર્ચ માટે લેવામાં આવતી હોવાનું કેટલાક લોકો કહે છે. અમુક લોકોના મતે છોકરાવાળા વર્જીન છોકરી મળતી હોવાની આશાએ આ રકમ ચૂકવે છે. 

     

  • રોડ પર આ રીતે છોકરો પસંદ કરે છે છોકરી | Bridal market where young roma women meet new people

    મેળાના આયોજક કોસ્તા કોત્સવે થોડાક વર્ષ પહેલા એક જાણીતા અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાની ઉંમરમાં લગ્ન કરીને અમે છોકરીઓમાં નૈતિકતા જાળવી રાખીએ છીએ. જો છોકરી વર્જીન ના નીકળે તો તેના માતા-પિતાએ છોકરાવાળાને રકમ પરત કરવી પડે છે. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ