Divya Bhaskar

Home » International News » Photo Feature » brave trio baths into minus 65 degree Celsius temperature

આ કારનામુ જોઈને પણ ઠંડી ચડી જાય, -65 ડિગ્રી સે. તાપમાને પાણીમાં માર્યા ધુબાકા!

Divyabhaskar.com | Updated - Jan 19, 2018, 03:53 PM

આ લોકોની આસપાસ હાજર કેટલાક લોકોએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો

  • brave trio baths into minus 65 degree Celsius temperature
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: એક તરફ જ્યાં દુનિયાના કેટલાયે દેશોમાં જીવ લઇ લે તેવી ઠંડીની ઝપેટે ચડ્યા છે તો ત્યાં જ રશિયાના સાખા રિપબ્લિકમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને તમે ઠંડી શું છે ભૂલી જશો. જી હા, હાલમાં જ આવેલા સાખા રિપબ્લિકન કેટલાક ફોટોઝ અને વીડિયો તેજી સાથે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે જેમાં કેટલાક લોકો -65 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં એક નદીમાં ન્હાતા નજરે પડે છે. આ લોકોની આસપાસ હાજર કેટલાક લોકોએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો છે. આવી રીતે કુદ્યા પાણીમાં...

    રિપોર્ટ્સ મુજબ બે મહિલાઓ અને એક પુરુષ પોતાની કાર સાથે આ નદી કિનારે પહોંચ્યા હતા. અહીં આસપાસની તમામ વસ્તુઓ ઠંડીના લીધે જામી ગઈ હતી, તો વળી નદી પણ સંકળાઈને એકદમ પાતળી થઇ ગઈ હતી. -65 ડિગ્રી તાપમાન પર કોઈ પોતાના ગરમ કપડાં ઉતારવાનું પણ ના વિચારે અને આવામાં આ ત્રણેય લોકોએ પોતાના ઇનર વેર્સ સાથે ઠંડા પાણીમાં છલાંગો લગાવી દીધી હતી.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ -65 ડિગ્રી તાપમાનમાં ન્હાતા લોકોની વધુ તસવીરો..

  • brave trio baths into minus 65 degree Celsius temperature
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • brave trio baths into minus 65 degree Celsius temperature
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • brave trio baths into minus 65 degree Celsius temperature
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending