તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંડનમાં ખુલ્યું અનોખું બોડી મ્યુઝિયમ, અહીં મડદાં પણ શીખી રહ્યાં છે જીવવાની કળા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કલ: જર્મનીની રાજધાની બર્લિનથી મડદાંઓનો શો હવે લંડન પહોંચ્યો છે. લંડનમાં શુક્રવારથી સામાન્ય જનતા માટે બોડી મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવશે. લંડન પેવેલિયનમાં બ્રિટનમાં આ પ્રથમ બોડી મ્યુઝિયમ છે. સાત માળનું મ્યુઝિયમ 28,000 ચોરસ ફૂટનું છે. તેમાં વિવિધ મુદ્રામાં માનવ મૃતદેહોને સંરક્ષિત રાખવામાં આવ્યા છે. દાખલા તરીકે ક્લબમાં પત્તાં રમતાં, ટેનિસ રમતાં અને ઘોડેસવારી કરતાં મૃતદેહો અહીં રખાયા છે. આ મૃતદેહોને પ્લાસ્ટિનેશન ટેક્નિકથી પ્રિઝર્વ કરવામાં આવ્યા છે. મ્યુઝિયમના ફાઉન્ડર અને વિજ્ઞાની ગૂંટર ફોન હાગેંસનું કહેવું છે કે અહીં આવીને લોકોને ઘણું શીખવાનું મળશે. તેમને જાણવા મળશે કે તેમને તંદુરસ્ત અને સુરક્ષિત રાખવામાં તમારી બોડી કેટલી મહેનત કરે છે. આપણે દારૂ પીએ છીએ, સ્મોકિંગ કરીએ છીએ, પ્રદૂષિત શહેરોમાં રહીએ છીએ. એવા માહોલમાં તમારું શરીર આ બધા દુષ્પ્રભાવો સાથે કેવી રીતે લડે છે તે જાણવા મળશે. મ્યુઝિયમમાં દાનમાં મળેલ ડેડ બોડી પણ રાખવામાં આવી છે. શોખીન લોકો તેમની બોડીને જીવતા જ મ્યુઝિયમ માટે રજિસ્ટર કરાવી જાય છે. 


* 1915માં હાગેંસે પ્રથમ મ્યુઝિયમ બર્લિનમાં ખોલ્યું હતું. જોકે લોકો તેને અનૈતિક ગણાવી કોર્ટમાં પણ ગયા હતા. છેવટે ગૂંટરને કોર્ટમાંથી મંજૂરી મળી ગઇ. 
* હાગેંસને પ્લાસ્ટિનેશનના જનક પણ માનવામાં આવે છે. તેઓ 'ડોક્ટર ડેથ'ના નામે પણ જાણીતા છે. આ મ્યુઝિયમ માટે ફેમિલી ટિકિટ 6500 રૂપિયા છે. 
* ગુંટર ફોન હાંગેસનું બોડી મ્યુઝિયમ વિશ્વના સૌથી સફળ ટ્રાવેલિંગ એક્ઝિબિશનમાંનું એક છે. 1995થી 130 શહેરોના 4.7 કરોડ લોકો આ મ્યુઝિયમ જોઇ ચૂક્યા છે

અન્ય સમાચારો પણ છે...