તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અકોનને રાષ્ટ્રપતિ તરફથી ભેટમાં મળી 2 હજાર એકર જમીન, તેમાં લાવશે 'એકોઈન' કરન્સી | Akon To Build Private City On Land Given By Presid

અકોનને રાષ્ટ્રપતિ તરફથી ભેટમાં મળી 2 હજાર એકર જમીન, લાવશે 'એકોઈન' કરન્સી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોશિન્ગટન: અમેરિકન ગાયક અકોન (45) સેનેગલમાં એક નવું શહેર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ત્યાં તે પોતાના નામે ક્રિપ્ટોકરન્સી એકોઈન ચલાવશે. આ માટે સેનેગલના રાષ્ટ્રપતિએ તેને 2 હજાર એકર જમીન પણ ભેટમાં આપી દીધી છે. અકોને પોતાની આ મહત્વાકાંક્ષી યોજનાનો ખુલાસો કાનમાં "બ્રાન્ડિંગ આફ્રિકા: બ્લોકચેન, આંત્રપ્રેન્યોરશિપ એન્ડ એમ્પાવરિંગ દ ફયૂચર પેનલ"માં કર્યું. અકોને શાહરુખની ફિલ્મ રા-વન માટે 'છમ્મ્ક છલ્લો' ગીત પણ ગાયું હતું.


- નવા શહેરનું નામ અકોન ક્રિપ્ટો સિટી હશે. અકોનનું માનીએ તો અકોઈન આફ્રિકાને બચાવવા માટે કેટલીયે રીતે મદદ કરી શકે છે. આ એક મોબાઈલ એપથી સંચાલિત થશે. નવા શહેરમાં કોઈપણ દેશના નાગરિકને ત્યાં આવવાની પરવાનગી હશે પણ અહીં કોઈ સરકારનું નિયંત્રણ નહીં હોય.


* કલ્પનાઓનું શહેર હશે
અકોનની વેબસાઈટ 'અકોઇન'એ સેનેગલમાં બનનારા અસલ જીવનનું વાકંડા (આફ્રિકી કલ્પનાઓનું એક હાઈટેક શહેર) જાહેર કર્યું છે. વાકંડામાં મોટી નદીઓ-પહાડો સિવાય આધુનિક યુગની ટેક્નોલોજી, મોટી-મોટી ઇમારતો અને વૈજ્ઞાનિક પ્રયોગશાળા હોય છે. નવું શહેર સેનેગલની રાજધાની ડકારથી થોડા અંતરે હશે. અહીં ઘર, દુકાન, પાર્ક, યુનિવર્સીટી, શાળા અને સ્ટેડિયમ હશે. ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી બ્લેક પેન્થર ફિલ્મમાં વાકંડા દેખાડવામાં આવ્યું હતું. ફિલ્મે 9 હજાર કરોડ રૂપિયાની કમાણી પણ કરી હતી.


* સેનેગલ મૂળના છે અકોન
અકોન અમેરિકાના મિસૌરી રાજ્યમાં જન્મ્યો હતો પણ તે મૂળ સેનેગલનો છે. સેનેગલમાં વધુ પડતું તેમનું બાળપણ વીત્યું છે. અકોન પાસે દક્ષિણ આફ્રિકામાં એક હિરાની ખાણ પણ છે. તેની નેટવર્થ લગભગ 550 કરોડ રૂપિયા છે. અકોન 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે. તેની એવી પણ ઈચ્છા છે કે તેના હરીફ તરીકે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ હોય. 

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું