Home » International News » Photo Feature » After 24 Surgeries on hand Bangladesh Tree Man Relapses again

24 સર્જરી બાદ સરખા થયેલા હાથમાં ફરીથી ઉગવા લાગ્યા 'ઝાડ'

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 04:40 PM

ડોક્ટરે હવે માની લીધું છે કે, બજનદારનો કિસ્સો અનુમાન કરતા ઘણો વધારે રસપ્રદ છે

  • After 24 Surgeries on hand Bangladesh Tree Man Relapses again
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ ગત વર્ષે બાંગ્લાદેશમાં રહેતા અબ્દુલ બજનદારના હાથોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેના હાથ અને પગમાં ઝાડની ડાળીઓ જેવી આકૃતિ ઉભરી આવી હતી જેને ઓપરેશન બાદ સફળતાપૂર્વક કાઢી નાખવામાં આવી હતી. પરંતુ એક વર્ષ બાદ ફરીથી તે આ વિચિત્ર બીમારીની ઝપેટમાં આવી ગયો છે. ટ્રીમેનના નામેથી ચર્ચામાં આવેલા બાંગ્લાદેશના અબ્દુલ બજનદારના હાથ પર ફરીથી એવી જ ડાળીઓ ઉગવા લાગી છે. બે વર્ષ પહેલા તેની સારવાર શરૂ થઈ હતી અને એક વર્ષ પહેલા હોસ્પિટલમાં અંદાજે 24 સર્જરી બાદ ડોક્ટરોએ તેને બીમારીમાંથી મુક્ત જાહેર કરીને ઘરે મોકલી દીધો હતો.

    સર્જરી કરનાર ડોક્ટર સાંમતા લાલ સેને બજનદારની સર્જરીનેને ગત વર્ષે ડોક્ટરી ઈતિહાસમાં એક માઈલ સ્ટોન જણાવી હતી. ડોક્ટરે હવે માની લીધું છે કે, બજનદારનો કિસ્સો અનુમાન કરતા ઘણો વધારે રસપ્રદ છે. અબ્દુલ બજનદારની ઉંમર 27 વર્ષ છે અને તે રિક્ષા ચલાવતો હતો. તે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કામ ધંધો કરી શકતો નથી. તેનો પરિવાર તેની સાથે હોસ્પિટલમાં જ રહે છે. બજનદારને હવે ડર લાગે છે કે, હવે તે ક્યારે સાજો થઈ શકશે નહીં.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • After 24 Surgeries on hand Bangladesh Tree Man Relapses again
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • After 24 Surgeries on hand Bangladesh Tree Man Relapses again
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • After 24 Surgeries on hand Bangladesh Tree Man Relapses again
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • After 24 Surgeries on hand Bangladesh Tree Man Relapses again
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • After 24 Surgeries on hand Bangladesh Tree Man Relapses again
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • After 24 Surgeries on hand Bangladesh Tree Man Relapses again
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ