સૌથી ખતરનાક બોર્ડર, અહીં જનારા લોકો પોતે જ લે છે પોતાના મોતની જવાબદારી

આ ડિમિલિટરાઈઝેશન ઝોન બંને દેશોને અલગ કરતી ચાર કિમીની પટ્ટી છે, જે સૌથી વધુ હથિયારોથી સજ્જ છે

divyabhaskar.com | Updated - Mar 28, 2018, 12:24 PM
બંને દેશોની બોર્ડર પર પેટ્રોલિંગ કરતા જવાનો
બંને દેશોની બોર્ડર પર પેટ્રોલિંગ કરતા જવાનો

ઇન્ટરનેશનલ ડેસ્ક: નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉનના ચીનની મુલાકાત લેવા પહોંચ્યાની ખબરો છે. જેના લીધે સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાના નજીક થતા સંબંધો પર ફરી અસર થતી જોવા મળે છે. આ બંને દેશો વચ્ચે સંબંધો ઘણા તણાવપૂર્ણ રહ્યા છે. આ સંબંધોની અસર તેમને અલગ કરતી 250 કિમી લાંબી બોર્ડર પર પણ નજર આવે છે. આ દુનિયાની સૌથી ખતરનાક બોર્ડર ગણાય છે અને એક ડિમિલિટરાઈઝ ઝોન પણ છે જ્યાં જતા ટુરીસ્ટને લેખિતમાં સહમતી આપવાની હોય છે કે આ વિસ્તારમાં તેમનું મોત થાય તો જવાબદારી એમની. દરેક દિશામાં ફેલાયેલી છે લેન્ડ માઇન્સ....

આ જગ્યાને પનમુનજોમના નામથી ઓળખવામાં આવે છે જે સાઉથ કોરિયાની કેપિટલ સીયોલથી 55 કિમી દૂર છે. આ ડિમિલિટરાઈઝ ઝોન બંને દેશોને અલગ કરતી ચાર કિમીની પટ્ટી છે જે નામથી સૌથી વધુ હથિયારોથી સજ્જ છે. આ બોર્ડરે લેન્ડ માઇન્સ, કાંટાળી તાર અને ટેન્કને રોકવા માટે સ્ટોપ લાઈન પણ પાથરેલી છે. આ દુનિયાનું એકમાત્ર ટૂરિસ્ટ પ્લેસ છે, જ્યાં જતા લોકો પાસે પેપર પર સાઈન કરાવવામાં આવે છે. એમને આ વાતની સંમતિ આપવાની હોય છે કે આ વિસ્તારમાં થયેલા હુમલાથી કોઈને પણ ઇજા થશે અથવા મોત થાય તો તેની જવાબદારી એમની પોતાની રહેશે.

અહીં જ થયો હતો બંને દેશો વચ્ચે સમજૂતી કરાર
- પનમુનજોમ હકીકતમાં એક નાનકડું ગામ છે. અહીં 1953માં કોરિયન વોરને બંધ કરવા બંને દેશો વચ્ચે સમજૂતી થઇ હતી. જો કે, બંને જ દેશ ક્યારેય પણ આ બાબતે સહમત દેખાયા નહીં. અહીં પાંચ દશકા પછી પણ હજુ યુદ્ધ જેવી જ સ્થિતિ રહેતી હોય છે. આ ઝોનમાં હંમેશા ગાર્ડ્સને ડ્યુટી પર મુકવામાં આવે છે
- અહીં નોર્થ અને સાઉથ કોરિયાની જોઈન્ટ ફોર્સ સતત હાજર હોય છે.

દર વર્ષે હજારો ટૂરિસ્ટ પહોંચે છે અહીં
કોલ્ડવોરના છેલ્લા ફ્રન્ટિયરને જોવા દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ્સ પહોંચે છે. સિયોલથી પનમુનજોમ સુધીની સફરનો નજારો બેહદ સુંદર છે. અહીંનું સૌથી મોટું એટ્રેક્શન એક વાદળી ઇમારત છે, જ્યાં બંને દેશોના અધિકારીઓ ખાસ પ્રસંગે મુલાકાત કરતા હોય છે.

આગળ જુઓ બંને કોરિયાઈ દેશોને અલગ પાડતી બોર્ડરના એરિયલ Photos....

Aerial Photos of border between north Korea and south Korea

અહીં સુરક્ષા પર નજર રાખવા બંને દેશોના સૈનિકોના બોર્ડર પાસે જ સ્ટેશન બનાવાયા છે

Aerial Photos of border between north Korea and south Korea

આ બ્રીજ પાસે નોર્થ કોરીયાએ 1976માં બે અમેરિકી સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા, ત્યારથી આ બ્રિજનું નામ 'બ્રિજ ઓફ નો રિટર્ન' છે. 

Aerial Photos of border between north Korea and south Korea

ડિમિલિટરાઈઝ ઝોનમાં બંને દેશોના લોકો વસે છે 

Aerial Photos of border between north Korea and south Korea

આ ઝોનમાં સાઉથ કોરીયાએ પોતાનો 323 ફૂટ ઉંચો ઝંડો ફરકાવ્યો છે 

Aerial Photos of border between north Korea and south Korea

સાઉથ કોરિયાના ધ્વજના જવાબમાં નોર્થ કોરીયાએ અહીં 525 ફૂટ ઊંચાઈએ ઝંડો લહેરાવી રાખ્યો છે 

Aerial Photos of border between north Korea and south Korea

બંને દેશો વચ્ચે આ જોઈન્ટ સિક્યોરીટી એરિયા છે

Aerial Photos of border between north Korea and south Korea

સાઉથ કોરિયા તરફથી અહીં અમેરિકી સૈનિકો પણ ફરજ પર છે

Aerial Photos of border between north Korea and south Korea

પનમુંજોમમાં વાદળી રંગની આ ઈમારતમાં બંને દેશોના પ્રતિનિધિઓ મુલાકાત કરે છે  

Aerial Photos of border between north Korea and south Korea

આ વાદળી ઈમારતમાં મીટીંગ રૂમ છે, જ્યાં સાઉથ કોરીયન મિલીટરીના ગાર્ડસ પહેરો આપે છે

Aerial Photos of border between north Korea and south Korea

ડિમિલિટરાઈઝ ઝોનમાં લગાવેલા લાઉડસ્પીકરને ફેરવતો સાઉથ કોરીયન સૈનિક 

X
બંને દેશોની બોર્ડર પર પેટ્રોલિંગ કરતા જવાનોબંને દેશોની બોર્ડર પર પેટ્રોલિંગ કરતા જવાનો

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App