તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14 લાખ કરોડ રૂપિયાના માલિક પુટિન પર ટીવી શો શરૂ થયો, જેમાં તેમને સુપરમેન તરીકે દર્શાવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પર ગત મહિને એક કલાકનો ટીવ શો 'મોસ્કો.ક્રેમલિન. પુટિન' શરૂ કરાયો છે. આ વીકલી શો છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં પુટિનની ગ્લેમરસ લાઇફસ્ટાઈલ બતાવાઈ છે. એટલે કે સીધા પર્વતો પર ટ્રેકિંગ, શિકાર અને બરફના પાણીમાં છલાંગ લગાવતા જેવાં દૃશ્યો બતાવાયાં છે. ન્યુયોર્ક ટાઈમ્સનો દાવો છે કે પુટિન તેમની ઘટતી જતી રાજકીય શાખને બચાવવા આ પ્રકારના અખતરા અપનાવી રહ્યા છે. 

 
* ફોર્બ્સ મુજબ પુટિન રૂ. 14 લાખ કરોડની સંપત્તિના માલિક છે. 
*  પુટિન પાસે 20 બંગલા, 4 લક્ઝુરિયસ યોટ્સ, 58 વિમાન અને 700 અલ્ટ્રા લક્ઝરી કારો છે. 
* સુપર પુટિન કોમિક સીરિઝ શરૂ, આતંકીથી લડતા બતાવાયા 
* પુટિનની સુરક્ષા માટે દેશ-દુનિયામાં 50,000થી વધુ સૈનિકો તહેનાત. 
* ગરીબીમાં જન્મેલા પુટિન બાળપણમાં ઉંદર પકડતા હતા. બદલામાં પૈસા મળતા. 
* લોના અભ્યાસ બાદ પુટિને રશિયાની ગુપ્તચર એજન્સી કેજીબી જોઈન કરી. 16 વર્ષ કામ કર્યુ. 

અન્ય સમાચારો પણ છે...