વિશ્વની એક એવી જગ્યા જ્યાં તમે ધારો તો પણ નહીં ડૂબી શકો, સૂતા-સૂતા વાંચે છે લોકો!

તમે પાણીની સપાટી પર સૂતા-સૂતા ન્યુઝપેપર વાંચી શકો કે બ્રેકફાસ્ટ લઈ શકો છો

divyabhaskar.com | Updated - Mar 01, 2018, 11:07 AM
a place where nobody can be drawn in any manner

ઇન્ટરનેશનલ ડેસ્ક: જોર્ડન દેશના રાજા અબ્દુલ્લા બીન અલ-હુસૈન હાલ ભારતના ત્રણ દિવસના પ્રવાસ પર છે ત્યારે આજે આપણે જોર્ડન સાથે જોડાયેલી એક રોચક વાત કરીશું.

તરતા ના આવડતું હોય અને તમે ઉંડા પાણીમાં પડો તો શું થાય? સ્પષ્ટ જવાબ છે કે માણસ ડૂબી જાય. પણ જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક સરોવર એવું છે કે તેના ઉંડા પાણીમાં માણસ ધારે તો પણ ડૂબી શકતો નથી. તમે પાણીની સપાટી પર સૂતા-સૂતા ન્યુઝપેપર વાંચી શકો કે બ્રેકફાસ્ટ લઈ શકો છો. આશ્ચર્ય થાય છે ને? પણ આ હકીકત છે. આ આર્ટિકલ વાંચી તમે પણ માનસો કે વાત તો સાચી છે.

આગળની સ્લાઇડમાં ક્લિક કરીને વાંચો, શું છે ડેડ સી? કેમ અહીં કોઈપણ પાણીમાં ડૂબતું નથી?

a place where nobody can be drawn in any manner

શું છે ડેડ સી?

જોર્ડન-ઈઝરાયલ-પેલેસ્ટાઈન એમ ત્રણ દેશોની વચ્ચે આવેલા આ સરોવર કે તળાવને 'ડેડ સી'ના નામથી ઓળખવામાં આવે છે. 50 કિલોમિટર લાંબા અને 15 કિલોમિટર પહોળા વિસ્તારમાં ફેલાયેલું આ 'ડેડ સી' સરોવર સમુદ્રની સપાટીથી 1412 ફૂટ નીચે છે. 997 ફૂટ ઊંડા આ સરોવરમાં થોડું પાણી જોર્ડન રીવરમાંથી આવે છે. બાકી અહીંથી થતાં 50 મિલિમિટર વરસાદથી ભરાય છે. 

a place where nobody can be drawn in any manner

શું છે 'ડેડ સી'ની ખાસિયત?

ડેડ સીની રચના એવી છે કે પાણીનો નિકાલ થતો નથી અને ગરમ હવામાં પાણીનું બાષ્પીભવન પુષ્કળ પ્રમાણમાં થાય છે. એટલા માટે ક્ષારનું પ્રમાણ સમુદ્રના પાણી કરતાં 9.6 ગણું વધારે છે. એક લિટર પાણીમાં અંદાજે 342 ગ્રામ જેટલી ખારાશ હોય છે. આ જ યુનિક વિશેષતાના કારણે પાણીમાં મેંગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.  આટલા ખારા પાણીના કારણે તેમાં માછલી જેવા દરિયા જીવો અને વનસ્પતિ જીવી શકતા નથી. એટલે જ તેને 'ડેડ સી'ના નામથી ઓળખવામાં આવે છે.

a place where nobody can be drawn in any manner

કેમ તરે છે માણસ?

'ડેડ સી'માં સામાન્ય પાણીની સરખામણીએ ઘનતા ખૂબ ઉંચી છે. એનાથી ઓછી ઘનતાવાળી વસ્તુ કે પદાર્થ એની સપાટી પર રહે છે, ડૂબતા નથી. માનવ શરીરમાં 70 ટકા જેટલું સામાન્ય પાણી હોય છે. જેના કારણે માણસ 'ડેડ સી'માં ડૂબતો નથી.

a place where nobody can be drawn in any manner

બ્યુટી ટ્રીટમેન્ટ માટે 'ડેડ સી'નું આકર્ષણ

પાણીમાં વિશિષ્ટ પોષકતત્વોને કારણે 'ડેડ સી'માં થેરાપીનું વર્લ્ડ ટુરિસ્ટમાં ખાસ આકર્ષણ છે. જોર્ડન અને ઈઝરાયલમાં 'ડેડ સી'ની પાસે આ માટે ઘણી હોટેલ અને રિસોર્ટ પણ ખૂલ્યા છે. અહીં ખાસ માટીના સ્પા અને બ્યુટી ટ્રીટમેન્ટ માટે પણ લોકો આવે છે. વધુ ખારાશના કારણે સળંગ લાંબા સમય સુધી સ્નાન લેવું હિતકારક ન હોવાનું સ્થાનિક ડોક્ટર્સ જણાવે છે.

X
a place where nobody can be drawn in any manner
a place where nobody can be drawn in any manner
a place where nobody can be drawn in any manner
a place where nobody can be drawn in any manner
a place where nobody can be drawn in any manner
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App