ઈન્ટરનેશનલ ડેસ્કઃ જંગલના રાજા સિંહનું નામ સાંભળતા જ ભલભલાને પરસેવો છૂટા જાય છે. સિંહને આપણે પ્રાણીસંગ્રહાલય અથવા ફિલ્મોમાં જોયા છે. માણસ સિંહથી એટલા માટે પણ ડરે છે કારણ કે સિંહ તેનાથી ચાર ગણા શક્તિશાળી જાનવર પર પણ હુમલો કરી શકે છે, પછી માણસ તો તેની સામે કંઈ નથી. જરા વિચારો તમે કોઈ સફારી રાઈડ પર ગયા હોવ અને અચાનક વિશાળ સિંહ તમારી જીપમાં આવીને બેસી જાય તો શું થાય?
ક્રીમિયાના ટાઈગન સફારી પાર્કમાં જોવા મળ્યો નજારો
જી હાં, થોડા દિવસ પહેલા આવો જ નજારો ક્રીમિયાના એક ટાઈગન સફારી પાર્કમાં જોવા મળ્યો. પર્યટકોનું એક દળ જ્યારે ખુલી જીપમાં આ પાર્કની સેર કરવા નીકળ્યું, તો થોડાક અંતરે જતા તેઓને એક વિશાલ સિંહ બેસેલો જોયો. સિંહ આ લોકોને જોઈને ગર્જના કરવા લાગ્યો, તો ડ્રાઈવરે જીપ રોકી દીધી. જીપને જોતા જ સિંહ આવીને ડ્રાઈવરની સીટ પર ચઢી ગયો.
શું છે વીડિયોમાં?
વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે સિંહ ડ્રાઈવરની સીટ પર ચઢી જાય છે, તો પર્યટકો તેનાથી ડરવાના બદલે હસવા લાગે છે અને તેને પ્રેમથી અડવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ એક મહિલા પર્યટક ડરના કારણે ગાડીમાંથી બહાર કૂદી જાય છે. આ નજારો જોઈને બધા લોકો હેરાન હતા કે જે સિંહને જોઈને થોડા સમય પહેલા તે ડરી ગયા હતા, તે હવે બાળકની જેમ તેમની સાથે રમી રહ્યો છે. ક્રીમિયાના વલ્નોહર્સ્કમાં બનેલા ટાઈગન સફારી પાર્કમાં થોડા અઠવાડિયા પહેલા સિંહે એક મહિલા પર્યટક પર હુમલો કરી દીધો હતો.
વાયરલ થયો વીડિયો
Daily Mail પ્રમાણે, આ સિંહનું નામ 'Filya' છે, ઘટનાના સમયે જીપ પાર્કના માલિક ઓલેગ જુબકોવ જાતે જ ચલાવી રહ્યા હતા, જેમને લાયન વ્હિસ્પરર પણ કહેવામાં આવે છે. પાર્ક પ્રશાસન દ્વારા આ વીડિયોને યુટ્યુબ પર શેર કર્યા બાદથી અત્યાર સુધી ઘણા લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને બહુ શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો - 14 વર્ષની ઉંમરે કિડનેપ થઈ'તી છોકરી, કૂતરાનો પટ્ટો ગળામાં બાંધી કન્ટેનરમાં રાખવામાં આવતી, દરરોજ થતું યૌન શોષણ