કેલિફોર્નિયાના કપલ વચ્ચે First Kiss બની ગયું જીવનદાન

A California Couple Had A Memorable First Kiss Partner Saved The Mans Life

divyabhaskar.com

Sep 10, 2018, 06:02 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક: પ્રેમી જોડીઓ વચ્ચે પહેલી કિસ ઘણીવાર યાદગાર બની જાય છે, પણ કેલિફોર્નિયાના એક કપલ માટે આ કિસ તો જિંદગી બચાવનાર યાદગાર કિસ બની ગઈ. એક અખબાર મુજબ, રવિવારે મેક્સ મોન્ટગમરી અને ડોક્ટર એન્ડી ટ્રેનર દરિયા કિનારે થોડો સમય વિતાવવા પહોંચ્યા હતા, જ્યાં અચાનક એવી સ્થિતિ આવી ગઈ કે કપલ માટે પહેલી કિસ લાઈફ સપોર્ટ સિસ્ટમ બની ગઈ.

- 56 વર્ષના મોન્ટગમરી અને 45 વર્ષની એન્ડી વચ્ચે બધું જ ઠીક હતું, પણ અચાનક મોન્ટગમરીની છાતીમાં દર્દને લીધે બેચેની થવા લાગી, સેન ફ્રાન્સિસ્કોના એક ટીવી ચેનલની ખબર અનુસાર, એંડીએ પરિસ્થિતિ બગડતા જોઈને કિસ દ્વારા પોતાના સાથીને કૃત્રિમ શ્વાસ આપ્યા. એન્ડી એનેસ્થોલોજિસ્ટ છે અને તેમને ખબર પડી ગઈ કે મેક્સને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટનાને ત્યાં હાજર લોકોએ જોઈ ને કેટલીક તસવીરો પણ ખેંચી હતી.

- ટીવી ચેનલ સાથે વાત કરતા એન્ડીએ કહ્યું,'અમમારા બંને માટે આ પહેલી ડેટ જેવું કંઈક હતું. અમારા વચ્ચે એવી પરિસ્થિતિઓમાં કિસ થશે, મને તેનો અંદાજ ન હતો. જ્યાં સુધી મેડિકલ ટીમ ન પહોંચી, મારો પ્રયત્ન હતો કે હું મેક્સને જરૂરી પ્રાથમિક સહાયતા આપી શકું, મેડિકલ સહાયતા અમને સમય પર મળી ગઈ અને તે ઠીક થઇ ગયા.'

- ટીવી રિપોર્ટ અનુસાર, મેક્સનું દિલ લગભગ 17 મિનિટ સુધી બંધ રહ્યું હતું, પણ એન્ડીની સૂઝબૂઝના લીધે તેમનો જીવ બચી ગયો. મેક્સ અને એન્ડી બંનેએ કહ્યું કે અમારી પહેલી કિસ એટલી રોમાન્ટિક ન હતી, જેવી એક કપલ ઈચ્છે છે. અમારા માટે આ કિસ જિંદગી સાથે ફરી મુલાકાત કરવા જેવી જરૂર હતી.

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

X
A California Couple Had A Memorable First Kiss Partner Saved The Mans Life
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી