PAKને આતંકી દેશ જાહેર કરવા 6 મહિનામાં બીજીવાર US કોંગ્રેસમાં બિલ રજૂ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે રિપબ્લિકન સાંસદે કોંગ્રેસમાં બિલ રજૂ કર્યું. ઉલ્લેખનીય છે કે છ મહિનામાં આ બીજી વખત અમેરિકન સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં પણ આ મામલે અમેરિકન કોંગ્રેસમાં બિલ રજૂ કરાયું હતું. બિલમાં સાંસદે કહ્યું કે પાકિસ્તાન ભરોસા લાયક નથી, અને વર્ષોથી ઈસ્લામાબાદના અનેક વિસ્તારોમાં અમેરિકાના દુશ્મનોને મદદ કરવામાં આવી રહી છે.
 
- એક શક્તિશાળી રિપબ્લિકન સાંસદ ટેડ પોએ ગુરુવારે કોંગ્રેસમાં પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમ એક્ટ (HR 1449) રજૂ કરવામાં આવ્યું.
- ટેડ પો, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં ટેરરિઝમ પર બનેલી સબ-કમિટીના ચેરમેન પણ છે.
- બિલમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન માત્ર ગેરભરોસા લાયક જ નહીં, પરંતુ ઈસ્લામાબાદમાં વર્ષોથી અમેરિકાના દુશ્મનોને મદદ કરી રહ્યું છે.
- ઓસામા બિન લાદેનને આસરો આપવાથી લઈને તેના હક્કાની નેટવર્ક સાથે સંબંધો છે, આ વાતના પૂરાવા પણ છે જે સાબિત કરે છે કે આતંક સામેની લડાઈમાં પાકિસ્તાન અમેરિકાની સાથે નથી.
- ટેડ પોએ કહ્યું કે પાકિસ્તાનને દગો આપવા બદલ સજા આપવાનો હવે સમય આવી ગયો છે, તેને આતંકવાદની મદદ કરનારો દેશ જાહેર કરવો જોઈએ.
- પો અને જેમ્સ ક્લેડે 'ધ નેશનલ ઈન્ટરેસ્ટ' મેગેઝિનના પ્રોગ્રામમાં પણ પાકિસ્તાન અંગે કેટલીક વાતો કહી હતી.
- ક્લેડ, જ્યોર્જ ડબલ્યૂ બુશ એડમિનિસ્ટ્રેશનમાં એશિયાઈ મામલાના ડેપ્યુટી આસિસ્ટન્ટ ડિફેન્સ મિનિસ્ટર હતા.
- બંને સાંસદનું માનવું છે કે પાકિસ્તાનને સુધારવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યાં છે, હવે અમેરિકાએ સ્પષ્ટ નીતિ અપનાવવી જ પડશે.
 
ટ્રમ્પે 90 દિવસમાં આપવો પડશે જવાબ
 
- બિલ પ્રમાણે યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પને 90 દિવસમાં ડિટેલ રિપોર્ટ આપવો પડશે કે પાક ઈન્ટરનેશનલ ટેરરિઝમને સપોર્ટ કરે છે કે નહીં.
- સાથે જ 30 દિવસ બાદ યુએસના વિદેશ મંત્રીએ બિલને લઈને ફોલોઅપ રિપોર્ટ આપવો પડશે, જેમાં જણાવવાનું રહેશે કે શું પાક ટેરર સ્પોન્સર છે, અને જો એવું નથી તો શું તેણે પ્રભાવિત વિસ્તારોમાં કાર્યવાહી માટે કોઈ કાયદા બનાવ્યા છે ?
અન્ય સમાચારો પણ છે...