તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'કંદીલના વીડિયો અને ફોટો લોકો મને મોબાઇલમાં મોકલતા' હત્યારા ભાઇની કબૂલાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની ઇન્ટરનેટ સેન્સેશન કંદીલ બલોચની ગત શુક્રવાર રાત્રે (15 જુલાઇ) તેના જ ભાઇએ ગળું દબાવીને ઘાતકી હત્યા કરી હતી. શનિવાર 16મી જુલાઇએ પોલીસે કંદીલના ભાઇ વસીમની ધરપકડ કરી હતી. વસીમે જે શબ્દોમાં હત્યાની કબૂલાત કરી તે પણ અત્યંત આંચકાજનક હતી.
અશ્લીલ વીડિયો અને ફોટોએ અપાવી પ્રસિદ્ધી
કંદીલનું સાચું નામ ફૌઝીયા અઝીમ હોવાનું મનાય છે, તેણે સોશિયલ મીડિયામાં ઉત્તેજક વીડિયો અને ફોટો પોસ્ટ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે, કંદીલને મળેલી પ્રસિદ્ધી તેના ભાઇ મહમ્મદ વસીમને જરાય પસંદ ન હતી. તે કંદીલને પરિવારનું કલંક ગણતો હતો અને આથી તેણે પરિવારની આબરૂ જળવાય તે માટે કંદીલનું 'ઓનર કિલિંગ' કર્યું.
પ્રેસ સમક્ષ વસીમની કબૂલાત
કંદીલ વસીમને ગણકારતી ન હતી, આથી જુલાઇ 15ની રાત્રે વસીમે કંદીલને ડ્રગ્સ આપ્યું અને મુલતાનમાં ઘરમાં જ તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખી.
જ્યારે 16મી જુલાઇએ પોલીસે તેને મીડિયા સમક્ષ હાજર કર્યો ત્યારે વસીમે સ્વીકાર પણ કર્યો કે, હા મેં જ તેનું ગળું દબાવ્યું હતું.
'ધ ટ્રિબ્યુન'માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર વસીમના શોકિંગ કન્ફેશન્સ
- કોઇ પણ સંજોગોમાં કંદીલનું વર્તન સહન થાય તેવું ન હતું.

- મેં તેની હત્યાનો પ્લાન પહેલેથી બનાવેલો હતો, હું માત્ર યોગ્ય સમયની રાહ જોતો હતો.
- હું ડ્રગ એડિક્ટ છું, પણ જ્યારે મેં કંદીલની હત્યા કરી ત્યારે હું સજાગ હતો અને હું ગૌરવથી સ્વીકારું છું કે હા, મેં હત્યા કરી છે.

- હવે બધા મને માનપૂર્વક યાદ રાખશે.

- મેં મારા માતા-પિતા અને ભાઇઓને રાહત આપી છે. કંદીલે છેલ્લા 20 વર્ષોમાં તેમને ખૂબ પરેશાન કર્યા હતા.

- છોકરીઓનો જન્મ માત્ર ઘરે રહેવા માટે થાય છે. તેમણે પરંપરાનું વહન કરી સમાજમાં પરિવારને માન અપાવવું જોઇએ, પરંતુ કંદીલે તેવું ક્યારેય કર્યું ન હતું.
- મારા મિત્રો મને કંદીલના વીડિયો અને ફોટો મને મોબાઇલ પર મોકલતા. મોબાઇલ માર્કેટમાં લોકો કંદીલ સાથેના મારા ફોટો અને વીડિયો એકબીજાને શેર કરતાં હતા.
- સુસાઇડ કરવું તેના કરતાં કંદીલની હત્યા કરવી જ મને યોગ્ય લાગ્યું.
આગળ વાંચોઃ કંદીલે લગ્ન અને બાળક હોવાની વાત છુપાવી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો