તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Prime Minister Nazwaz Sharif Finalised Lt. Gen. Qamar Javed Bajwa As Chief Of The Army

'સાત કોઠા' પાર કરી બાજવા બન્યા નવા પાક. આર્મી ચીફ, શરીફના છે ખાસ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે નવા આર્મી ચીફ તરીકે લેફ. જનરલ કમર જાવેદ તરીકે નિમણૂંક કરી છે. બાજવા પાક.ના આર્મી 16માં ચીફ તરીકે નીમણૂક પામ્યા છે. આ પહેલા બાજવા પાક. આર્મીમાં ચોથા રેન્કના આર્મી જનરલ તરીકે ફરજ બજાવતા હતા. બાજવા પોતાનાથી સિનીયર પાંચ ઓફિસરોને પાછળ રાખી આર્મી ચીફ બન્યા છે. એવું પણ માનવામાં આવે છે કે જનરલ બાજવા પીએમ શરીફની ગુડ બુકમાં પ્રથમ સ્થાને હોવાથી તેમને આ પદ સોંપવામાં આવ્યું છે. શરીફે આર્મી ચીફ તરીકે બાજવાની નિમણૂક કરીને પોતાના જ માણસની નિમણૂક કરી છે.
પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ પહેલા એવા પ્રધાનમંત્રી છે જેમણે તેમના કાર્યકાળ દરમિયાન 5મી વખત આર્મી ચીફની નીમણૂક કરી છે. પાકિસ્તાની સીનીયર પત્રકાર ગરીદી ફારુકીએ જણાવ્યું હતું કે, સુત્રોના જણાવ્યા અનુસાર પીએમ શરીફે પાક. આર્મી ચીફની નીમણૂક માટે તેમના મોટા ભાઇ અને પંજાબના સીએમ શહબાજ શરીફ અને ગૃહ પ્રધાન ચૌધરી નીસારની સાથે ચર્ચા કરી હતી. પીએમ શરીફ આ લોકો પર સેનાને લગતા નિર્ણયો લેવા માટે વિશ્વાસ મૂકે છે.
કોણ-કોણ હતા લીસ્ટમાં?
- લે.જનરણ ઝુબેર હયાત- ચીફ ઓફ જનરમ સ્ટાફ
- લે.જનરલ સૈયદ વાજીદ હુસૈન- ચેરમેન, હેવી ઇન્ડસ્ટ્રીસ તક્ષસિલા
- લે. જનરલ નજીબુલ્લા ખાન- ડી.જી, જોઇન્ટ સ્ટાફ હેડક્વાર્ટર
- લે. જનરલ અસફાક નદીમ અહમદ- કમાન્ડર 2 કોર્પ મુલ્તાન
- લે. જનરલ જાવેદ ઇકબાલ રામદે- કમાન્ડર 31 કોર્પ બાહવાલ
- લે. જનરલ કમર જાવેદ બાજવા- આઇજી ટ્રેનીગ અેન્ડ ઇવેલ્યુશન
- લે.જનરલ મકસુદ અહમદ- સેના એડવાઇઝર
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને વાંચો કોણ છે કમર જાવેદ બાજવા....
અન્ય સમાચારો પણ છે...