તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંધુ જળસંધિ મુદ્દે ભયભીત થયુ PAK, વિશ્વ બેંકને દખલ માટે કરી આજીજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારત તરફથી 56 વર્ષ જૂની સિંધુ જળસંધિને રદ કરવાની અટકળોથી પાકિસ્તાન ભયભીત થઈ ગયુ છે. મંગળવારે પાકિસ્તાનના સીનિયર અધિકારીઓના એક ડેલિગેશને વોશિંગ્ટન સ્થિત વિશ્વ બેંકના હેડક્વારમાં બેંકના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની અધિકારીઓએ આ મુદ્દે વિશ્વ બેંકને દખલ દેવા અનુરોધ કર્યો છે.
વિશ્વ બેંકના અધિકારીઓ સાથે મુલાકાત
ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝની રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનના અટોર્ની જનરલ અશ્તર ઔસાફ અલીના નેતૃત્વવાળા ડેલિગેશન વોશિંગ્ટન સ્થિત વિશ્વ બેંકના હેડક્વાટરમાં બેંકના ઉચ્ચઅધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં બેન્કને અનુરોધ કરવામાં આવ્યો કે તેઓ સિંધુ જળસંધિ મુદ્દે પાકિસ્તાને સહકાર આપે. બેન્કે આ મુદ્દે તટસ્થ રહીને જરૂરી સહાય કરવાની ખાતરી પાકિસ્તાનને આપી છે.
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં મદદ માટે અપીલ
પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાને આતંરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો છે. જો કે આ અંગે વધુ વિગત બહાર આવી નથી. 19 ઓગસ્ટે પાકિસ્તાને ભારતને ઔપચારિક રીતે આગ્રહ કર્યો હતો કે તેઓ નિલમ અને ચિનાબ નદીઓ પર હાઈડ્રોપાવર પ્લાન્ટના નિર્માણ સાથે જોડાયેલા વિવાદો પર પરસ્પર વાટાઘાટો કરવામાં આવે.
સંધિ કેન્સલ થશે તો તરસ્યું રહી જશે પાકિસ્તાન
- આ સમજૂતીને ભારત રદ કરશે તો પાકિસ્તાનનો એક મોટો હિસ્સો તરસ્યો રહી જશે. ત્રણ મુખ્ય તથા અન્ય આનુષંગિક નદીઓ પાકિસ્તાનના મોટા ભાગને પાણી પુરૂ પાડે છે.
- પાકિસ્તાનના ન્યૂઝ પેપર ટ્રિબ્યૂને થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે, સિંધુના પાણી વગર પાકિસ્તાનનો એક ભાગ રણ જેવી સ્થિતિમાં આવી જશે.
- સિંધુ, ઝેલમ અને ચિનાબમાં વોટર બેસ્ડ ઈલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.પાકિસ્તાનમાં વીજળીનો પ્રશ્ન પહેલેથી જ વધારે છે.
-આ સંજોગોમાં જો આ સંધી કેન્સલ થશે તો પાકિસ્તાનમાં વીજળીની સમસ્યા વધારે વધી શકે છે. તે ઉપરાંત આ ત્રણેય નદીઓમાંથી સિંચાઈ પણ કરવામાં આવે છે.
આગળની સ્લાઈડ પર વાંચો શું છે સિંધુ જળસંધિ અને ક્યારે થઈ હતી સંધિ.....
અન્ય સમાચારો પણ છે...