તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ડ્રામા ક્વીન': મોદીને આપી હતી ધમકી, કોહલીને કહ્યું હતુ 'આઈ લવ યૂ'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની મોડેલ અને એક્ટ્રેસ કંદીલ બલોચની તેના જ ભાઈએ હત્યા કરી દીધી, કંદીલને ઈન્ટરનેટ સેલિબ્રિટી કહેવામાં આવતી હતી. કંદીલ પોતાના કોન્ટ્રાવર્શિયલ સ્ટેટમેન્ટ્સને લઈને સતત ચર્ચામાં રહેતી હતી. થોડા દિવસ પહેલા જ પોતાના લગ્નના ખુલાસા અને નવા વીડિયો આલબમ બેનને લઈને ચર્ચામાં આવી હતી. કંદીલનો તેના જ દેશમાં ખુબ જ મજાક ઉડાવામાં આવતી હતી. બે દિવસ પહેલા સામે આવી હતી કંદીલના લગ્ન વાત....
- આશિક હુસૈન નામના એક વ્યક્તિના દાવા બાદ એક ટીવી ન્યૂઝ ચેનલ પર કંદીલે લગ્ન અને એક પુત્ર હોવાનો સ્વીકાર કર્યો હતો.
- પરંતુ કંદીલે હુસૈન પર ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો.
- બલોચે કહ્યું કે 'મેં મારા પુત્રને ક્યારેય નથી કહ્યું કે હું તેની મા છું, કારણ કે મારા લગ્ન જમબજસ્તીથી થયા હતા.'
- 'હું વધુ ભણવા અને કામ કરવા ઈચ્છતી હતી પરંતુ મારા લગ્ન કરાવી દેવામાં આવ્યા બાદમાં મે ડિવોર્સ લઈ લીધા'
- કંદીલના જણાવ્યાં પ્રમાણે મારો પતિ મને મારતો હતો, લગ્ન બાદ એક વર્ષ સુધી તેણે દિવસ-રાત ટોર્ચર કર્યો.
- તેણે જણાવ્યું કે એક વર્ષ બાદ પુત્ર અને પતિને છોડીને ભાગી ગઈ હતી અને દારૂલ અમનમાં આશરો લીધો હતો.
- કંદીલના જણાવ્યાં પ્રમાણે પુત્રની તબીયત બગડી ગઈ હતી અને તેનો ઈલાજ કરાવી શકતી ન હોવાથી તેણે પુત્રને હુસૈનને સોંપ્યો હતો.
કોન્ટ્રાવર્સી ક્વીન હતી કંદીલ
- કંદીલે એક વીડિયોમાં PM નરેન્દ્ર મોદીને ચા વાળા કહીંને મજાક ઉડાવી હતી અને કાશ્મીરને આઝાદ કરવા માટે કહ્યું હતુ.
- ત્યારબાદ કંદીલ મુસ્લિમ ધર્મગુરુ મુફ્તી અબ્દુલ કવી સાથેની સેલ્ફીને કારણે ચર્ચામાં આવી હતી.
- આ વિવાદમાં કંદીલે કહ્યું કે મુફ્તી અબ્દુલ કવીએ તેને પ્રપોઝ કર્યું હતુ અને હોટેલમાં મળવા બોલાવી હતી.
- સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ઈમરાન ખાન અને વિરાટ કોહલી પ્રત્યે પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો.
- માર્ચમાં વર્લ્ડ ટી20 ટૂર્નામેન્ટ પહેલા જાહેરાત કરી હતી કે જો ભારત સામે પાકિસ્તાન જીતી જશે તો તે સ્ટ્રિપ ડાંસ કરશે.
- પરંતુ ભારતે પાકિસ્તાનને હરાવી દીધુ હતુ.

કોણ છે કંદીલ બલોચ

- કંદીલ બલોચ પાકિસ્તાની મોડલ અને ટીવી એક્ટ્રેસ છે, તેને સોશિયલ મીડિયાની ડ્રામા ક્વિન પણ કહેવામાં આવે છે.
- સૌથી પહેલા 2013માં પાકિસ્તાન આઈડલના ઓડિશનમાં નજર આવી હતી. એ સમયે ખરાબ સુરને કારણે જજે રિજેક્ટ કરી હતી.
- રિજેક્ટ થયા બાદ તેણે કેમેરા સામે મોટો ડ્રામા કર્યો હતો અને જજોને સાચી-ખોટી સંભળાવી હતી.
- કેપિટલ ટીવીના મોર્નિંગ શોમાં તેની હરકતો અને નકામી વાતો પર સમગ્ર પાકિસ્તાનમાં મજાક ઉડાવવામાં આવે છે.
- કંદીલના અનેક ડાયલોક ડબસ્મેશમાં ખૂબ જ ફેમસ છે.
કંદીલની અન્ય તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો