UAEનો વર્ક વિઝા શરીફને નડ્યો, આજીવન નહીં લડી શકે ચૂંટણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસ્લામાબાદઃ સીનિયર PML-N લીડર શાહિદ અબ્બાસીને પાકિસ્તાનના વચગાળાના PM તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન મીડિયા અનુસાર, શાહબાજના સંસદ સભ્ય બનવા સુધી શાહિદ સરકાર ચલાવશે. જોકે, હજુ આ વાતની સત્તાવાર ઘોષણા થઇ નથી. હજુ પીએમની પોસ્ટ માટે 5 નામોની ચર્ચા થઇ રહી હતી. જેમાં પહેલું નામ નવાઝ શરીફના ભાઇ શાહબાજ શરીફનું છે. તે સિવાય ખ્વાજા આસિફ, શાહિદ ખાન અબ્બાસી, અહેસાન ઇકબાલ અને અયાઝ સાદિકનું નામ પણ પીએમ પોસ્ટ માટે ચર્ચામાં હતું. 
 
પનામાકાંડમાં નવાઝ શરીફ દોષિત, પીએમ પદ ગુમાવ્યું
 
- પનામાકાંડમાં ફસાયેલા પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને ત્યાંની સુપ્રીમકોર્ટે શુક્રવારે અયોગ્ય જાહેર કર્યા હતા.
- તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું છે. 67 વર્ષના શરીફ ત્રીજી વાર પીએમ બન્યા હતા.
- તેઓ પીએમ તરીકે ક્યારેય કાર્યકાળ પૂરો નથી કરી શક્યા. પહેલીવાર રાષ્ટ્રપતિ એ, બીજી વાર સેના એ અને ત્રીજી વાર કોર્ટે તેમને સત્તા પરથી હટાવી દીધા હતા. 
બંધારણ પ્રત્યે વફાદાર નથી
 
- કોર્ટે કહ્યું કે નવાઝ બંધારણ પ્રત્યે પ્રામાણિક નથી. તેઓ જીવનભર ચૂંટણી નહીં લડી શકે. 
- નવાઝે પાર્ટી પ્રમુખનો હોદ્દો પણ છોડવો પડશે. ચૂકાદાને પડકારી નહીં શકે. 
- કોર્ટે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોને કહ્યું હતું કે, નવાઝ, તેમની પુત્રી, જમાઈ અને બંને દીકરાઓ સામે 6 અઠવાડિયામાં ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરીને 6 મહિનામાં તેની સુનાવણી પૂરી કરે. 
- પંજાબના સીએમ અને નવાઝના ભાઈ શાહબાજ આગામી પીએમ હોઇ શકે છે. 
 
10000 દિરહામ પગારને છુપાવ્યો

- તપાસ ટીમે કહ્યું હતું કે, નવાઝ 7 ઓગસ્ટ 2006થી 20 એપ્રિલ 2014 સુધી દુબઈ સ્થિત કંપનીના ચેરમેન હતા. 
- તેમને 10 હજાર દિરહામ પગાર મળતો હતો પરંતુ 2013ની ચૂંટણીમાં તેમણે આ જાણકારી નહોતી આપી. 
- નવાઝ તેને નકારતા રહ્યા છે પણ યુએઈનો વર્ક વિઝા અવરોધ બની ગયો. - યુએઈમાં બધાને Wage પ્રોટેક્શન સિસ્ટમ હેઠળ બેન્કથી પગાર મળે છે. તેના પૂરાવા તપાસ ટીમ પાસે હતા. તે આધારે નવાઝ અપ્રમાણિત સાબિત થયા. 
 
સ્લાઇડ્સ બદલોને વાંચોઃ ભારત સંબંધિત નિર્ણય લઇ શકે તેવો પીએમ એક વર્ષ પછી મળશે
અન્ય સમાચારો પણ છે...