પાકિસ્તાનમાં યુવકે 'હિન્દુસ્તાન જિંદાબાદ' લખતા, દેશદ્રોહનો કેસ દાખલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક યુવકે પોતાના ઘરની દિવાલ પર 'હિન્દુસ્તાન જિંદાબાદ' લખ્યું હતું. આ વાત પર યુવક પર દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 

- ડેઇલી એક્સપ્રેસ અનુસાર, યુવક સાજિદ શાહે નારા અમાજી વિસ્તારમાં પોતાના ઘરની બહારની દિવાલ પર 'હિન્દુસ્તાન જિંદાબાદ' લખ્યું.

- પોલીસે જણાવ્યું કે, આ યુવક પર દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાંક સ્થાનિક લોકોએ તેને દિવાલ પરથી 'હિન્દુસ્તાન જિંદાબાદ' હટાવવાનું કહ્યું.

- કારણ કે આનાથી તેમના રાષ્ટ્રીય સન્માનને ઠેસ પહોંચી છે.

- કેટલાંક લોકોએ પોતાના ફોનથી તેના ફોટોગ્રાફ લઇને સીનિયર પોલીસ અધિકારીને ઇમેલ કરી દીધો.

- અધિકારીએ જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓના આદેશ પર કેસ દાખલ કરવામાં આવશે.  

અન્ય સમાચારો પણ છે...