તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UNમાં સુષમાના જવાબથી છંછેડાયું PAK, કહ્યું- તમામ આરોપો ખોટા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્કઃ UNમાં સુષમા સ્વરાજે પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબથી છંછેડાયું છે. પાકિસ્તાનની UN રિપ્રેજેન્ટેટિવે સુષમાના નિવેદનને કાશ્મીર પરથી ધ્યાન ભટકાવનારું અને ખોટું ગણાવ્યું. નવાઝ શરીફે ભારત વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો સુષમા સ્વરાજે આક્રમક શબ્દોમાં જવાબ આપ્યો હતો.
બલુચિસ્તાન મુદ્દા પર ભડક્યું પાકિસ્તાન
- UNમાં પાકિસ્તાનની રિપ્રેજેન્ટેટિવ મલીહા લોધીએ સુષમા સ્વરાજના આક્ષેપો પર 'રાઈટ ટૂ રિપ્લાઈ'નો ઉપયોગ કરી જવાબ આપ્યો હતો.
- મલીહાએ કહ્યું કે 'ભારતની વિદેશ મંત્રીનું નિવેદન ખોટું અને નિરાધાર છે. તેમના તમામ આરોપો ખોટા છે.'
- વધુમાં તેણીએ જણાવ્યું કે 'ભારત તરફથી UNમાં અમારો બલુચિસ્તાનનો 'આંતરિક મુદ્દો' ઉઠાવવો ઈન્ટરનેશનલ રૂલ્સનું વોયલેશન છે.'
- 'કાશ્મીર ભારતનું અભિન્ન અંગ નથી અને ક્યારેય રહેશે પણ નહીં, આ વિવાદિત મુદ્દો છે જે બધા જાણે છે.'
- ઉલ્લેખનીય છે કે યુએનમાં કાશ્મીરમં હ્યૂમન રાઈટ્સ વોયલેશન પર પાકિસ્તાના આરોપ પર સુષમાએ કહ્યું હતું કે 'જેમના ઘર કાચના હોય તેમણે બીજા પર પથ્થર ન ફેંકવા જોઇએ.'
સુષમાના જવાબ પર પાકિસ્તાનમાં પ્રતિક્રિયા
- નવાઝ શરીફના એજવાઈઝર સરતાઝ અજીજે કહ્યું કે 'પાકિસ્તાનને એકલું પાડવાની રણનીતિમાં ભારત નિષ્ફળ રહ્યું છે'
- પાકિસ્તાની ન્યૂઝપેપરની રિપોર્ટ પ્રમાણે અજીજે કહ્યું કે '56 દેશોના સંગઠન ઈસ્લામિક કોર્પોરેશન ઓગ્રેનાઈઝએશન (ICO), યુએન અને દુનિયાની અનેક સંસ્થાએ પાકિસ્તાનની કાશ્મીર સંબંધી નીતિનો સપોર્ટ કર્યો છે'
અન્ય સમાચારો પણ છે...