તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PAKના એટમી હથિયાર જોખમી, સામાન્ય યુદ્ધ ફેરવાઇ શકે ન્યૂક્લિયર વૉરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોશિંગ્ટનઃ પાકિસ્તાનના એટમી હથિયાર સાઉથ એશિયા માટે મોટું જોખમ છે. જેના કારણે સાધારણ યુદ્ધ પણ એટમી યુદ્ધમાં ફેરવાઇ શકે છે. એક અમેરિકન થિંક ટેન્ક રિપોર્ટમાં આ વોર્નિંગ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલા પણ એક રિપોર્ટમાં આ જ વાત કહેવામાં આવી હતી. આ રિપોર્ટમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનના એટમી હથિયારો સુધી આતંકવાદીઓની જૂથ શક્ય બની શકે છે. 


ખતરનાક છે પાકિસ્તાનનો એટમી હથિયાર પ્રોગ્રામ 
- એટલાન્ટિંક કાઉન્સિલે પોતાના નવા રિપોર્ટનું ટાઇટલ આપ્યું છે 'એશિયા ઇન ધ સેકન્ડ ન્યૂક્લિયર એજ.'
- આ રિપોર્ટમાં કહ્યું છે કે, પાકિસ્તાને અત્યાર સુધી પોતાના એટમી હથિયારો વિશે દુનિયાને જાણકારી નથી આપી. પરંતુ આ હથિયારો સાઉથ એશિયાની શાંતિ માટે જોખમ બની શકે છે. 
- રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના એટમી હથિયાર આખા વિસ્તારની સેફ્ટી અને સિક્યોરિટી માટે પણ ગંભીર જોખમ બની શકે છે. આ કારણોસર જો કન્વેન્શનલ વૉર (પારંપરિક યુદ્ધ) પણ થાય છે તો આ હથિયારોને કારણે તે ન્યૂક્લિયર વૉરમાં ફેરવાઇ શકે છે. 
- જો કે, પાકિસ્તાને અત્યાર સુધી આ વેપન્સને ઓપરેશનલ નથી કર્યો. પરંતુ તે દુનિયા અને સાઉથ એશિયા માટે જોખમ તો છે જ. 

અન્ય સમાચારો પણ છે...