PAK એ વાઘા બોર્ડર પર ફરકાવ્યો સાઉથ એશિયાનો સૌથી વિશાળ ઝંડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરાચીઃ પાકિસ્તાને પોતાના 70મા સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ) પર વાઘા બોર્ડર પર સાઉથ એશિયાનો સૌથી વિશાળ ધ્વજ ફરકાવ્યો. ઝંડો 120 ફૂટ લાંબો અને 80 ફૂટ પહોળો છે. તેને 400 મીટરના એ જ ટાવર પરથી ફરકાવવામાં આવ્યો છે, જેના અંગે ભારતીય જાસૂસી એન્જસીઓ એ કહ્યું હતું કે, તે ફ્લેગ માટેનો ટાવર નથી પરંતુ કેમેરા ધરાવતો વૉચ ટાવર છે. તેનો હેતુ ભારતીય બોર્ડરની અંદર ચાંપતી નજર રાખવાનો છે. આ આંતરરાષ્ટ્રીય સમજૂતીનો ભંગ છે. 
 
પાકિસ્તાનમાં જ બન્યો છે ધ્વજ
 
- ન્યૂઝ એન્જસી અનુસાર, પાકિસ્તાને આ ઝંડો સોમવાર મધરાતે 12.00 વાગે ફરકાવ્યો. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સામેલ થયા હતા. 
- આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા કાર્યક્રમના ચીફ ગેસ્ટ હતા. 
- ધ્વજ ફરકાવતી વખતે ભવ્ય આતશબાજી યોજાઇ અને બાજવાએ હાજર લોકોને સંબોધ્યા હતા. 
- દાવો કરવામાં આવે છે કે, આ ધ્વજને સંપૂર્ણ રીતે પાકિસ્તાનમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિશ્વનો આઠમો સૌથી વિશાળ ધ્વજ છે. 
 
ભારતે પણ ફરકાવ્યો દેશનો સૌથી ઊંચો તિરંગો

- અટારી (વાઘા) બોર્ડર પર ભારતે આ વર્ષે જ 5મી માર્ચે દેશનો સૌથી ઊંચો ધ્વજ ફરકાવ્યો હતો. 
- સાડા ત્રણ કરોડના ખર્ચે તેને તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ હવાના પ્રેશરને કારણે વારંવાર ઝંડો ફાટતો હોવાને કારણે તેને રેગ્યુલર ફરકાવવામાં નથી આવતો. 
- ભારતના સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને રવિવારે આ ધ્વજને બપોરે ફરકાવામાં આવ્યો છે.
 
ચીન પાસે બનાવડાવ્યો ટાવર અને ધ્વજ

- ભારતીય જાસૂસી એજન્સી અનુસાર, પાકિસ્તાને ઝંડો લગાવવાને બહાને ટાવરને બદલે વોચ ટાવર લગાવી દીધો છે. 
- આ ટાવરની ઊંચાઇ ભારતના ધ્વજદંડથી 50 ફૂટ વધુ અર્થાત્ 400 ફૂટ છે. 
- પાકિસ્તાની મીડિયાએ આ ધ્વજને વિશ્વનો સૌથી ઊંચો ધ્વજ ગણાવ્યો છે. 
- સુરક્ષા એજન્સીઓ અનુસાર, પાકિસ્તાને આ ધ્વજ અને ટાવર ચીન પાસે બનાવડાવ્યા છે. તે પાછળ પાકિસ્તાને 7 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે.
- ધ્વજની ટોચ પર હાઇ રિઝોલ્યૂશન કેમેરા લાગેલા છે. તેનાથી ભારતીય બોર્ડર અટારી જ નહીં પરંતુ ખાસા સ્થિત સૈન્ય અને બીએસએફના હેડક્વાર્ટર સુધી નજર રાખી શકાય છે. 
- ટાવરની ડિઝાઇન એવી છે કે તેના પરથી ડઝનથી વધુ સૈનિકો ભારતના બોર્ડર વિસ્તાર પર નજર રાખી શકે છે. 
- બીએસએફના અધિકારીઓ અનુસાર, આ અંગે તેમણે સરકારને માહિતી આપી છે તથા પાકિસ્તાન પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી છે. 
 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ અન્ય ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...