તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PAK: પૂર્વ ફોરેન સેક્રેટરીએ કહ્યું, સરકારે દબાવમાં કર્યો આતંકી વાનીનો સપોર્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેજિંગઃ કાશ્મીરમાં એનકાઉન્ટરમાં ઠાર મારવામાં આવેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીને સપોર્ટનો નિર્ણય પાકિસ્તાન સરકારે પબ્લિક અને મીડિયાના દબાણમાં લીધો હતો. આ ખુલાસો પાકિસ્તાનના પૂર્વ ફોરેન સેક્રેટરી રિયાઝ ખોખરે કર્યો છે. ભડક્યું છે. ખુદ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફે જ આતંકવાદી વાનીને 'શહીદ' ગણાવ્યો છે. સાથે જ જમ્મુ-કાશ્મીરમાં હિંસા પર 20 જુલાઈએ પાકિસ્તાનમાં 'બ્લેક ડે' પાળવાનું પણ એલાન કરવામાં આવ્યું હતુ. શું કહ્યું પાકના પૂર્વ ફોરેન સેક્રેટરીએ.....
- પાકિસ્તાનના પૂર્વ ફોરેન સેક્રેટરી રિયાઝ ખોખરે શનિવારે એક ફોરેન કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
- આ દરમિયાન તેઓએ કહ્યું કે પાકિસ્તાને કાશ્મીર હિંસા અને આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટરની ઘટનાને પહેલા ગંભીરતાથી ન લીધી.
- એન્કાઉન્ટર બાદ મીડિયા અને લોકોના દબાણને પગલે નવાઝ શરીફ સરકારે એન્કાઉન્ટરનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો.
- હવે ભારતની જવાબદારી છે કે સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી.
પાકિસ્તાન પર પબ્લિકનું દબાણ કેમ ?
- કાશ્મીર મુદ્દે નવાઝ શરીફ સરકારે આ નિર્ણય જનતાના ગુસ્સાને ઓછો કરવા માટે હોવાનું માનવામાં આવે છે.
- પાકિસ્તાનમાં શરીફ વિરુદ્ધ લોકોનો રોષ વધી રહ્યો હતો.
- થોડા સમય પહેલા જ પાકિસ્તાનના 13 શહેરોમાં પોસ્ટર્સ લગાવી સત્તાપલટો કરવા સૈન્યને આહ્વાન કરવામાં આવ્યું હતું અને ટેક્નોક્રેટ્સની સરકાર રચવાની માગ ઉઠી હતી.
કેમ બદલ્યો બ્લેક ડેનો દિવસ?
- નવાઝ સરકારે 'બ્લેક ડે' પાળવાની તારીખ 19ની જગ્યાએ 20 કરી છે.
- 19ના રોજ સરકારે કાશ્મીરીઓ માટે 'એસોશિએશન ટુ પાકિસ્તાન ડે' મનાવશે.
- ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ, 1947ના રોજ કાશ્મીરીઓના એક મોટા રિપ્રેજેન્ટિવ્સે એ ઠરાવ પસાર કર્યો હતો. જેમાં તેઓએ પાકિસ્તાન સાથે ભળવાની જાહેરાત કરી હતી.
- આ અંગે પાકિસ્તાને દાવો કર્યો હતો કે કાશ્મીરી મુસલમાનોએ પોતાના સામાજિક-ઈકોનોમિક હિતોને ધ્યાને રાખી પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય લીધો હતો.
આગળની સ્લાઈડ પર જુઓ પાકિસ્તાનના અનેક શહેરોમાં લાગ્યા શરીફ સરકાર વિરોધી પોસ્ટરોની તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો