તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરીફે ફરી ‘રાગ કાશ્મીર’ છેડ્યો, 'કાશ્મીર ભારતનું નથી- જનમત સંગ્રહ કરાવો'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈસ્લામાબાદ - સંયુક્ત રાષ્ટ્રઃ પાકિસ્તાનના અન્ય નેતાઓ અને લશ્કરી વડાઓ બાદ હવે વડાપ્રધાન નવાઝ શરીફે પણ ‘કાશ્મીર રાગ’ છેડ્યો છે. તેમણે બુધવારે કહ્યું, કાશ્મીર ભારતની આંતરિક બાબત નથી. તેણે કાશ્મીરીઓના અધિકારોનું સન્માન કરતા જનમત સંગ્રહ કરાવવો જોઈએ.
પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો

કાશ્મીરી ખીણના લોકો સાથે એકતા બતાવવાના નામે આયોજિત ‘બ્લેક ડે’ના પ્રસંગે તેમણે કહ્યું આજે અમે કાશ્મીરીઓ સાથે એકતા બતાવવા માટે બ્લેક ડે મનાવી રહ્યા છીએ. તેનાથી વિશ્વને આકરો સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે પાકિસ્તાનના લોકો કાશ્મીરીઓના અધિકારોના સંઘર્ષમાં હંમેશા તેમની સાથે છે. પાકિસ્તાનના બધા જ સરકારી અને ખાનગી કર્મચારી કાળી પટ્ટી બાંધીને કામ પર આવ્યા હતા. કાશ્મીરમાં માર્યા ગયેલા ત્રાસવાદી બુરહાન વાની માટે પાકિસ્તાનમાં અનેક જગ્યાઓ પર વિશેષ પ્રાર્થનાઓ કરાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સાથે મિત્રતાનો દાવો કરનારા નવાઝ શરીફે કહ્યું, ભારત તાકાતના જોર પર કાશ્મીરીઓનો અવાજ દબાવી શકશે નહીં, કારણ કે તે સ્વતંત્રતા મેળવીને જ રહેશે. શરીફે આક્ષેપ કર્યો કે ભારત આ વિસ્તારમાં માનવાધિકારોનો ભંગ કરી રહ્યું છે. શરીફે અગાઉ પોતાના દેશના બધા જ વિભાગો અને મંત્રાલયોને નિર્દેશ આપ્યો હતો કે તે દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવે.
કાશ્મીર સુધી રેલી કરીશું : હાફીઝ
જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. હાફિઝે કાશ્મીરના લોકોના સમર્થનમાં લાહોરથી ઈસ્લામાબાદ સુધી રેલી યોજી હતી. આ રેલીમાં હાફિઝે કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં લાહોરથી ઈસ્લામાબાદ સુધીની રેલી બાદબીજા તબક્કામાં કારવાં મુઝફ્ફરાબાદ અને ચકોથી સુધી રેલી જશે. જેમાં કાશ્મીરીઓ માટે આઝાદી કેમ્પેઈન ચલાવવામાં આવશે. ત્યારબાદ ત્રીજા અને છેલ્લા તબક્કામાં જમ્મુ-કાશ્મીર સુધી રેલી યોજાશે. આ રેલી કાશ્મીરીઓને આઝાદી ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે.

સંયુક્ત રાષ્ટ્રમાં મુદ્દો ઉઠાવ્યો

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની રાજદૂત મલીહા લોધીએ બુધવારને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના વિશેષ પ્રતિનિધિ, સલામતી પરિષદના આ મહિનાના અધ્યક્ષ તથા અન્ય લોકોને કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનના ભારત વિરોધી વલણથી માહિતગાર કરાવ્યા. તેમણે કહ્યું કે કાશ્મીરમાં જનમત સંગ્રહ માટે ભારત પર દબાણ નાંખવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો