તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PAKમાં હિંદુ મેરેજ એક્ટ થયો પાસ, શરીફની સલાહ પર રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિંદુઓ માટે ખાસ મહત્વ ધરાવતા લગ્નના કાયદાને મંજૂરી મળી ગઈ છે. પ્રેસિડન્ટ મમનૂન હુસેને નવા કાયદાને મંજૂરી આપી દીધી છે. નવા નિયમ પ્રમાણે પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને લગ્નની કાયદાકીય મંજૂરી મળશે. સિંઘ પ્રોવિંસને બાદ કરતાં સમગ્ર પાકિસ્તાનમાં આ કાયદો લાગુ થઈ ગયો છે. સિંઘનો અલગ મેરેજ એક્ટ છે.
 
- પીએમ ઓફિસ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું કે નવાઝ શરીફની સલાહ પર હિંદુ મેરેજ એક્ટ 2017ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.
- આ કાયદા પાછળનું ધ્યેય હિંદુઓના લગ્ન, તેમના પરિવાર અને તેમના અધિકારની રક્ષા કરવાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
- એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ કાયદો પાકિસ્તાનમાં રહેતા હિંદુઓના લગ્નના રિવાજ પૂરા કરવામાં મદદ કરશે.
- બીજી બાજુ પીએમ નવાઝ શરીફે કહ્યું કે તેમની સરકાર હંમેશા ધ્યાન રાખે છે કે પાકિસ્તાનમાં રહેતી માયનોરિટી કોમ્યુનિટીના અધિકારો જળવાય રહે.
 
શું છે હિન્દુ મેરેજ બિલમાં ખાસ
 
- પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને પુનઃ લગ્નની મંજૂરી મળી શકશે. લગ્નના 15 દિવસની અંદર તેનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે.
- જો પતિ-પત્ની એક વર્ષ કે વધુ સમયથી અલગ રહેતા હોય અને સાથે રહેવા ન  ઈચ્છતા હોય તો છૂટછેડા લઈ શકશે.
- પાકિસ્તાનમાં હિન્દુ વિધવાને પતિના મૃત્યુના 6 મહિના બાદ ફરીથી લગ્ન કરવાનો અધિકાર મળશે.
- જો કોઈ હિન્દુ  વ્યક્તિ પ્રથમ પત્ની હયાત હોય (છૂટાછેડા ન આપ્યા હોય) અને બીજા લગ્ન કરે તો તેને દંડનીય ગુનો ગણવામાં આવશે.
- બિલના ઉલ્લંઘન બદલ 6 મહિનાની સજા અને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.
 
બળજબરીથી ધર્માંતરણ પણ આવશે અંકુશ
 

છેલ્લા ત્રણ વર્ષથી હિન્દુ મેરેજ લો અંગે કામ કરતાં રમેશ કુમાર વાંકવાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કાયદાથી બળજબરીથી કરાવાતા ધર્માંતરણ પર અંકુશ આવશે અને લગ્ન પછી હિન્દુ સમાજમાં સુવ્યવસ્થિતતા જળવાઈ રહશે. અત્યાર સુધી  હિન્દુ મહિલાઓ માટે તેમના લગ્ન થઈ ગયા હોવાનું સાબિત કરવું ઘણું મુશ્કેલ હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો