તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકી હાફિઝે આપી ધમકી કહ્યું, LoC ક્રોસ કરી કાશ્મીર સુધી યોજાશે માર્ચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાહોરઃ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ અને જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. હાફિઝે કાશ્મીરના લોકોના સપોર્ટમાં લાહોરથી ઈસ્લામાબાદ સુધી મંગળવારે 'કાશ્મીર કારવાં' માર્ચ યોજી હતી. રેલીમાં બડાઈ હાંકતા સઈદે કહ્યુંહ તું કે, મુઝફ્ફરાબાદ અને ચકોથી સુધી માર્ચ યોજવામાં આવશે. એલઓસી પાર કરી અને કાશ્મીર સુધી રેલી લઈ જવામાં આવશે.
જમાત-ઉદ-દાવાએ યોજી 'કાશ્મીર કારવાં'
- હાફિઝ જમાત-ઉદ-દાવોનો ચીફ છે, તેના માથે 70 કરોડનું ઈનામ છે.
- મંગળવારે લાહોરના મોલ રોડથી શરૂ થયેલી માર્ચ અનેક કિ.મી. સુધી કાઢવામાં આવી હતી.
- રિપોર્ટ પ્રમાણે, માર્ચમાં પંજાબ પ્રોવિન્સના અને ગુઝરાનવાલાનાી સભામાં જેયુડી મેમ્બર્સ, જમાત-એ-ઈસ્લામી સહિત અનેક ધાર્મિક પાર્ટીના લોકો જોડાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- આ માર્ચ બુધવારે ઈસ્લામાબાદ પહોંચશે. ઈલ્સામાબાદમાં જેયુડીના કાશ્મીરીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પબ્લિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
શું ક્યું હાફિઝે?
- સઈદે સમર્થકોને કહ્યું કે રેલી ત્રણ ફેઝમાં યોજાશે. પ્રથમ ફેઝમાં લાહોરથી ઈસ્લામાબાદ સુધીની હશે
- ઈસ્લામાબાદ જવા પાછળનું કારણ પાકિસ્તાનના સાંસદોને કાશ્મીરીઓના રાઈટ્સ અંગે જણાવવાનું છે.
- બીજા ફેઝમાં કારવાં મુઝફ્ફરાબાદ અને ચકોથી સુધી હશે. જેમાં કાશ્મીરીઓ માટે આઝાદી કેમ્પેઈન ચલાવવામાં આવશે.
- ત્રીજા અને છેલ્લા ફેઝમાં જમ્મુ-કાશ્મીર સુધી માર્ચ યોજાશે. આ માર્ચ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી કાશ્મીરીઓને આઝાદી ન મળે.
- ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં માર્યા ગયેલા હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીને સઈદે ફ્રિડમ ફાઈટર ગણાવ્યો છે. સાથે જ કહ્યું કે તેના મોતથી કાશ્મીરમાં 'જેહાદ'ને બળ મળશે.
કેવી છે કાશ્મીરની સ્થિતિ
- 8 જુલાઈએ બુરહાનનાં મોત બાદ ઘાટીમાં થઈ રહેલાં પ્રદર્શનોમાં 43 લોકોનાં મોત થયા છે.
- સિક્યોરિટી ફોર્સના 1500 જવાન સહિત 3140 લોકો ઘાયલ થયા છે.
- એડમિનિસ્ટ્રેશને એક લોકલ ન્યૂઝ પેપરની ઓફિસ પર દરોડા પાડી અનેક પત્રિકા જપ્ત કરી હતી. આ મુદે કાશ્મીરના પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
- 1990 બાદ પ્રથમવાર બન્યું કે અખબારોના પ્રકાશન પર આવા પ્રતિબંધ લગાવવામાં આવ્યાં હોય.
- તણાવને ધ્યાને રાખી રાજ્ય સરકારે 24 જુલાઈ સુધી સ્કૂલ-કોલેજ બંધ રાખવાના આદેશ આપ્યાં છે.
- રાજ્ય લોકસેવા આયોજના તમામ ઇન્ટર્વ્યૂ પણ રદ કરવામાં આવ્યાં છે.
પાકિસ્તાન 'બ્લેક ડે' પાળશે
- કાશ્મીરમા થઈ રહેલી હિંસાના વિરોધમાં પાકિસ્તાન 20 જુલાઈએ 'બ્લેક ડે' પાળશે.
- 15 જુલાઈએ પાકિસ્તાન કેબિનેટે બુરહાનનાં મોતનાં વિરોધમાં સમગ્ર દેશમાં 'બ્લેક ડે' પાળવાનો નિર્ણય લીધો છે.
આગળની સ્લાઈડ પર જુઓ આતંકી બુરહાનની વધુ તસવીરો.......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો