• Gujarati News
  • Sandhya, A Hindu Girl Faces Discrimination For Getting Job In Peshawar Of Pakistan

પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે ભેદભાવઃ હિંંદુ હોવાને કારણે ના મળી નોકરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેશાવરઃ હાલમાં ભારતમાં મુસ્લીમો સાથે થઈ રહેલા વ્યવહારનો કિસ્સાઓ મીડિયામાં ચગી રહ્યાં છે. ત્યારે ભારતથી અલગ થયેલા પાકિસ્તાનમાં પણ સ્થિતી કંઈક આવી જ જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં હિંદુઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરાઈ રહ્યું હોવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા જ રહે છે. આવા જ એક કિસ્સામાં પેશાવરમાં રહેતા એક હિંદુ પરિવારને ભેદભાવનો ભોગ બનવું પડ્યું હોવાનો અહેવાલ બીબીસીમાં પ્રસિદ્ધ કરાયો છે. 

સંધ્યાને ના મળી નોકરી

પેશાવરમાં રહેતા બિશનદાસ નામના એક હિંદુ પરિવારને પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ કરાઈ રહેલા ભેદભાવનું ભોગ બનવું પડ્યું છે. બિશનદાસની પુત્રીને યોગ્ય લાયકાત ધરાવતી હોવા છતાં પણ તેને હિંદુ હોવાને કારણે નોકરી ના મળી શકી. 

રસોયાનું કામ કરતા બિશનદાસે પોતાની પુત્રી સંધ્યાને ગરીબી અને અભાવો વચ્ચે પણ કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવી અને બાદમાં યુનિવર્સિટીમાં ડ્રીગ્રી પણ અપાવી. સંધ્યાએ એમએસસી કર્યું. સંધ્યાએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો એ જ સ્કૂલમાં વેકેન્સી નિકળી. સંધ્યાએ નોકરી માટે અરજી પણ કરી. નોકરી માટે સંપૂર્ણ રીતે લાયક હોવા છતાં સંધ્યાને માત્ર એવા માટે રિજેક્ટ કરવામાં આવી કે તે હિંદુ હતી. 

પરિવારનું કહેવું છે કે સંધ્યા હિંદુ ના હોત તો નોકરી મળી ગઈ હોત. હિંદુ હોવાને કારણે તેને એ જ સ્કૂલમાં કામ નથી મળી રહ્યું જ્યાં તેણે અભ્યાસ કર્યો હતો. 

આગળની સ્લાઈડમાં વાંચો... બિશનસિંહ જ્યાં રહે છે એ શહેર અને વિસ્તારમાં હિંદુઓની સ્થિતી અંગે...