• Gujarati News
  • National
  • China Has Decided To Temporarily Stop Funding At Least Three Major Road Projects In Pakistan

ભ્રષ્ટાચારના આરોપમાં ચીને CPEC માટે અટકાવ્યું ફંડ, PAK મુશ્કેલીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈસ્લામાબાદ: 50 અબજ યુએસ ડોલરના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઈસી) હેઠળ પાકિસ્તાનમાં બની રહેલા ત્રણ મોટા રોડ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો કેસ સામે આવ્યો છે. ત્યાર બાદ ચીને કામચલાઉ ધોરણે આ પ્રોજેક્ટ્સ માટેનું ભંડોળ અટકાવી દીધું છે. ચીનના આ પગલાથી પાકિસ્તાન પરેશાન થઈ ગયું છે તેમ મીડિયા અહેવાલોમાં આજે જણાવાયું હતું. ચીનની સરકારના આ નિર્ણયથી
પાકિસ્તાનના નેશનલ હાઈવે ઓથોરિટી (એનએચએ)ના અંદાજે 1 લાખ કરોડથી વધુ મૂલ્યના હાઈવે પ્રોજેક્ટ્સ પર ફટકો પડશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ચીન નવી માર્ગદર્શિકા જાહેર કરે ત્યાર બાદ ભંડોળ રિલીઝ કરાશે.

 

નવી માર્ગદર્શિકાની જાહેરાત બાદ ભંડોળ  અપાશે

 

ચીનના મહત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટમાં 60 અબજ યુએસ ડોલરનો સીપીઈસી પ્રોજેક્ટ મહત્વનું સ્થાન ધરાવે છે, જે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માંથી પસાર થાય છે, જેનો ભારત વિરોધ કરી રહ્યું છે. આ રોડ ચીનના અશાંત ઝિનજિઆંગ પ્રાંતને પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત સાથે સાંકળે છે. મૂળભૂત રીતે આ ત્રણે પ્રોજેક્ટસ પાકિસ્તાન સરકારના પોતાના જ વિકાસ કાર્યક્રમનો ભાગ હતા, પરંતુ ડિસેમ્બર 2016માં એનએચએ પ્રવક્તાએ જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટ્સ મુખ્ય સીપીઈસી પ્રોજેક્ટ હેઠળ સાંકળી લેવાશે, જેથી ચીનમાંથી આવનારા ધિરાણનો તેના માટે ઉપયોગ કરી શકાશે. ગયા વર્ષે 6ઠ્ઠી જોઈન્ટ કોઓપરેશન કમિટીની બેઠકમાં આ ત્રણ રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ મંજૂર કરાયું હતું જે જરૂરી ઔપચારિક પ્રક્રિયા માટે અનામત છે.

 

કયા પ્રોજેક્ટ્સ પર અસર


ચીનના આ નિર્ણયની અંદાજે 81 અબજ રૂપિયાના ખર્ચે બંધાનારા 210 કિ.મી. લાંબા ડેરા ઈસ્માઈલ ખાન-ઝોબ રોડ પર અસર થશે. આ 81 અબજમાંથી રૂ. 66 અબજ રોડના બાંધકામ પાછળ જ્યારે 15 અબજ જમીન હસ્તાંતરણ માટે ખર્ચાશે. બીજો એક પ્રોજેક્ટ 110 કિ.મી. લાંબો ખુઝદાર-બસિમ રોડ છે, જેમાં અંદાજે રૂ. 19.76 અબજનો ખર્ચ થશે. રૂ. 8.5 અબજના મૂલ્યનો ત્રીજો પ્રોજેક્ટ રાયકોટથી થાકોટ સુધીનો 136 કિ.મીનો કારાકોરમ હાઈવેનો છે.


અરબો ડોલરની સડક યોજનાને નુકસાન 
-  પાકિસ્તાનના સ્થાનિક ન્યૂઝ પેપર 'ડોન' અનુસાર, ચીનની સરકારના આ નિર્ણયના કારણે પાકિસ્તાન નેશનલ હાઇવે ઓથોરિટી (NHA)ના અરબો ડોલરની સડક યોજનાને ઝાટકો લાગશે. 
- આ નિર્ણયના કારણે ઓછામાં ઓછી ત્રણ યોજનાઓમાં સમય લાગવાની આશંકા છે. 
- એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, બેઇજિંગ દ્વારા નવી ગાઇડલાઇન્સ જાહેર કરાયા બાદ હવે ફંડ જાહેર કરવામાં આવશે. 
- CPEC ચીનની જાણીતી 'વન બેલ્ટ વન રોડ' યોજનાનો હિસ્સો છે. આ યોજના પીઓકે (પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર)ના હિસ્સાથી પણ પસાર થશે. 
- આ યોજનાની મદદથી ચીનનો શિયજિયાંગ વિસ્તાર પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંત સાથે જોડાશે. 

- ચીન દ્વારા ફંક અટકાવવાના કારણે જે રોડ યોજનાઓ પર અસર પડશે તેમાં 210 કિમી લાંબો ડેરા ઇસ્માઇલ ખાન-ઝોબ રોડનો સમાવેશ થાય છે. આ રોડ 81 અરબની કિંમતે બની રહ્યો છે. 
- આ સિવાય 110 કિલોમીટર લાંબો ખુજદાર-બસિમા રોડ અંદાજિત 20 અરબ ડોલરની કિંમતે બની રહ્યો છે.
- ત્રીજી યોજના જે ફંડ અટકવાના કારણે પ્રભાવિત થશે તે છે રાયકોટથી થાકોટની વચ્ચે કારાકોરમ હાઇવે. 
- 136 કિમી લાંબી આ સડકના નિર્માણ પર અંદાજિત 8.5 અરબ રૂપિયા ખર્ચ થવાની આશંકા છે. 

અન્ય સમાચારો પણ છે...